GSTV
Gujarat Government Advertisement

ગીતા મંદિર એસટી ડેપો ફરી ધમધમશે, આ વિસ્તાર સિવાયના તમામ જિલ્લાની બસો મળી રહેશે

Last Updated on July 1, 2020 by Pravin Makwana

રાજ્યમાં અનલોક 2ની શરૂઆત થઈ ચૂકી છે. જેથી હવે ગુજરાત એસટીનો વિસ્તાર વધારી દેવાયો છે. જેમાં અત્યાર સુધી કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવતા ગીતામંદિર એસટી ડેપોનો બંધ રાખવામા આવ્યો હતો. તે હવે ગૂરુવારથી શરૂ થઈ જશે. જો કે ગીતા મંદિર એસટી સ્ટેન્ડ પરથી સૌરાષ્ટ્રની બસો નહીં ચાલે. આ સિવાયની ગુજરાતના તમામ જિલ્લાની બસો ગીતામંદિર એસટી ડેપોથી મળી રહેશે.

રાજ્યમાં અનલોક -2 લાગું કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં આજથી એસટી બસ સેવા શરૂ થઈ છે. રાણીપ, નરોડા અને નહેરુનગર ST ડેપોથી બસ ઉપડી છે. .અમદાવાદથી 2,325 એક્સપ્રેસ બસો દોડતી થશે. જોકે રસ્તામાંથી કોઈ પેસેન્જરને લેવામાં આવશે નહીં.

અમદાવાદથી 2,325 એક્સપ્રેસ બસો દોડતી થશે

આજથી  એક્સપ્રેસ બસ શરૂ થતા 60 ટકા બસો દોડતી થશે.

અમદાવાદના તમામ ડેપો પર થર્મલ ગન અને  સેનેટાઇઝરની વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યાર સુધી રાજ્યમાં 30 ટકા બસો ચાલુ હતી. આજથી  એક્સપ્રેસ બસ શરૂ થતા 60 ટકા બસો દોડતી થશે. એક્સપ્રેસ બસોનું અડવાન્સ બુકિંગ ચાલુ કરી દેવામાં આવ્યું છે. અત્યાર સુધી 2 લાખ 75 હજાર મુસાફરો બસ સેવાનો લાભ લેતા હતા. હવે આજથી 5 લાખ મુસાફરો લાભ લેશે. દરેક બસમાં 30 પેસેન્જરની કેપિસિટી સાથે બસો ઉપડશે. જોકે આજથી શરૂ થનારી એક્સપ્રેસ બસ ઈન્ટર સ્ટેટ નહીં દોડે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સમગ્ર ગુજરાતમાં મેઘમહેર: ભારે પવન સાથે સરેરાશ 3 ઈંચ જેટલો વરસાદ, ક્યાંક હાલાકી તો ક્યાંક જગતનો તાત ખુશ

Pritesh Mehta

સંબંધોને લાંછન: મોટાભાઈએ સગી બહેન પર દુષ્કર્મ આચરી આપી ધમકી, આખરે પોત પ્રકાશ્યું

Pritesh Mehta

લગ્નમાં પહોંચ્યો કન્યાનો એક્સ, પછી જે બન્યું તે જોતા જ રહી જશો આપ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!