GSTV
India News ટોપ સ્ટોરી

મોદી સરકારને આ મહિલાએ આપ્યો મોટો ઝાટકો : વિશ્વમાં ધરાવે છે દબદબો, જાણો કોણ છે આ ગીતા ગોપીનાથન

આઇએમએફની મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથન ફરી એકવાર ચર્ચામાં આવી છે. આઇએમએફે દાવોસમાં ચાલી રહેલા વૈશ્વિક આર્થિક મંચ પરથી કેટલાક જીડીપીના અંદાજો જાહેર કર્યા છે. આઈએમએફની મુખ્ય અર્થશાસ્ત્રીએ દાવા કર્યા છે. ભારત સહિતના દેશોની સુસ્તીની અસર દુનિયાભરને અસર કરી રહી છે. ભારતીય અર્થતંત્ર ઉપર મંદીના વાદળો દિવસને દિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યા છે અને તે અંગે વિવિધ એજન્સીઓ પણ સતત ચેતવણી આપી રહી છે. હવે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)એ ભારતના આર્થિક વિકાસના અંદાજમાં ધરખમ ઘટાડો કર્યો છે અને નાણાંકીય વર્ષ 2019-20માં જીડીપી ગ્રોથ સાત વર્ષના સૌથી નીચલા સ્તરે રહેવાની આગાહી ઉચ્ચારી છે.

માત્ર ભારત જ નહીં IMFએ સમગ્ર વૈશ્વિક અર્થવ્યવસ્થાના વિકાસદરના અંદાજમાં ઘટાડો કર્યો છે અને તે માટે ભારત સહિતના અન્ય વિકાસશીલ દેશોના ધીમો જીડીપી ગ્રોથને જવાબદાર ગણાવ્યા છે. IMFએ ભારતને જોરદાર ઝટકો આપ્યો છે. આ IMFના પ્રમુખ એક ભારતીય છે. ગીતા ગોપીનાથન એ ભારતમાં જ મોટા થયા છે. કોંગ્રેસના પૂર્વ નાણામંત્રી પી. ચીદમ્બરે તો એટલે સુધી ભવિષ્યવાણી કરી દીધી છે કે, હવે મોદી સરકારના મંત્રીઓ અને ભાજપના કાર્યકરો ગીતા ગોપીનાથનને નિશાન બનાવવાનું શરૂ કરી દેશે.

IMFમાં બીજા ભારતીય ટોપ પોસ્ટ પર

ગીતા ગોપીનાથન આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઈએમએફ)ના પ્રમુખ છે. ગીતા ગોપાનાથ મૌરિસ ઓબ્સ્ટફિલ્ડની જગ્યાએ પ્રમુખ બન્યા છે. આ પહેલા આંતરરાષ્ટ્રીય પદ પર ભારતના રઘુરામ રાજન પણ આઈએમએફના પ્રમુખ અર્થશાસ્ત્રી રહી ચૂકયા છે. ગીતા ગોપીનાથે એમએની ડીગ્રી દિલ્લી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી પ્રાપ્ત કરી છે. આ સાથે ગીતા કેરલ મુખ્યમંત્રીના આર્થિક સલાહકાર પણ હતા.

ભારતના નાણા મંત્રાલયની જી-20 સલાહકાર સમિતિમાં પ્રતિષ્ઠિત સભ્યના રૂપમાં પણ ગીતાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેઓએ આંતરરાષ્ટ્રીય વ્યાપક અર્થશાસ્ત્ર અને વ્યાપાર પર 2001માં કરવામાં આવેલા રિસર્ચ પર પ્રિંસટન યૂનિવર્સિટીથી અર્થશાસ્ત્રમાં પીએચડીની ઉપાધિ પ્રાપ્ત કરી છે. આજે આઇએમએફે સમગ્ર વૈશ્વિક અર્થવ્યવસ્થાના વિકાસદર જાહેર કર્યા છે. જેમાં સૌથી વધુ ફાયદો ચીનને થઈ રહ્યો છે. જોકે, આઈએમએફના અંદાજ અનુસાર 2021માં ભારત વિશ્વમાં જીડીપીના વિકાસદરમાં ફરી ટોપ પર પહોંચી જશે.

ગીતા ગોપીનાથન ભારતમાં જન્મ્યા અને અહિં જ મોટા થયા

ગીતા ગોપીનાથે 2005માં હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો તે પહેલા તે યુનિવર્સિટી ઓફ શિકાગોમાં આસિસ્ટન્ટ પ્રોફેસર હતા. તેમણે પોતાની બેચલર ડીગ્રી નવી દિલ્લીની શ્રીરામ કોલેજમાંથી પ્રાપ્ત કરી છે. આ સિવાય ગીતા અમેરિકી સમીક્ષા, આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર જર્નલ સાથે પણ સંકળાયેલા છે. ગીતા ગોપીનાથન ભારતમાં જન્મ્યા છે અને અહિં જ મોટા થયા છે. આ સમયે તેમની પાસે અમેરિકાનું નાગરિકત્વ છે. તેમણે પોતાનું ગ્રેજ્યુએશન દિલ્હી યુનિવર્સિટીથી કર્યું હતું. પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી ગીતાએ દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ અને યુનિવર્સિટી ઓફ વોશિંગટનથી મેળવી છે.

Related posts

Train accident: PM મોદીએ રેલ દુર્ઘટના પર ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી, મૃત્યુઆંક વધીને 288 થયો

Padma Patel

નવી સંસદ ભવનમાં અખંડ ભારતની તસવીર જોઈને પાક-નેપાળને મરચા લાગ્યા, આ નકશાને લીધે કંગાળ પાડોશી દેશ મુંઝવણમાં

Hina Vaja

પાકિસ્તાને માનવતા બતાવી / 200 ભારતીય માછીમારો અને ત્રણ નાગરિક કેદીઓને મુક્ત કરતા ફર્યા વતન પરત

Hina Vaja
GSTV