GSTV
Home » News » VIDEO: ગીરનાં ખેડૂતની બહાદુરી, પશુધનને બચાવવા સિંહ સામે ખેલ્યો મોતનો જંગ

VIDEO: ગીરનાં ખેડૂતની બહાદુરી, પશુધનને બચાવવા સિંહ સામે ખેલ્યો મોતનો જંગ

ગીર પંથક જ્યાં સિંહો જાણે સામાન્ય લોકોના જનજીવન સાથે વણાઇ ગયા છે. ગીર પંથકના લોકો કહે છે કે ગીર છે તો સિંહ છે અને સિંહ છે તો ગીર છે. ઘણી વખત સિંહો સાથે સંઘર્ષ પણ થતો હોય છે અને આ સમયે સિંહ સામે સિંહ થઇને ગીરની પ્રજા બાથ ભીડી લે છે.

દ્રશ્યો જોઇને ઘડી ભર તો શ્વાસ ચૂકી જવાય..

જ્યારે પોતાના ગૌવંશ પર આફત આવે ત્યારે ગીરના લોકો સિંહની જેમ જ સિંહની સામે વર્તન કરતા હોય છે. આવા જ અદભૂત સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ સીસીટીવી ફૂટેજ ખાંભા તાલુકાના મોટાબારમણ ગામના છે. જ્યાં એક ડાલામથ્થો 15 ફૂટની વંડી કૂદીને ગૌશાળામાં ઘૂસ્યો.

મારણની લ્હાયમાં ગૌશાળામાં ઘૂસેલા સાવજને હંકારવો જરૂરી હતો. કારણકે જો આવું ન થાય તો સિંહ અનેક ગૌવંશને મારી નાખે તેમ હતો. આવા સમયે ગામના સરંપચ દેવશીભાઇ વાઢેરે ધોકો લઇને સિંહને પડકાર ફેંક્યો ત્યારે ડાલામથ્થાએ ઉભી દોટ મૂકી હતી.

સીસીટીવીમાં કેદ થયેલી આ ઘટના દુર્લભ છે. કારણકે ગીર પંથકના લોકો સિંહોને તેના પરિવારનો હિસ્સો માને છે અને ઘણી વખત તેમની મૂડી સમાન પશુધનને મારી નાખે ત્યારે પણ સિંહ સામે રોષ પ્રગટ કરતા નથી. ત્યારે આ ઘટનાએ ખાંભા પંથકમાં ઘણી જ ચર્ચા જગાવી છે.

તો બીજી તરફ સિંહોના સીસીટીવીમાં કેદ થવાના કિસ્સા તેમજ સિંહોના વીડિયો વાયરલ થવાના કિસ્સા ભૂતકાળમાં પણ બની ચૂક્યા છે. જેમાં થોડા દિવસ પહેલા જ ખાંભાના જલારામ મંદિર નજીક 2 સિંહો દ્વારા ગાયનું મારણ કરવામાં આવ્યું. બે સિંહો ગાયના મારણ માટે પાછળ દોડતા હોય તેવા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા.

બીજી તરફ બગસરાના હામાપુર ગામની બજારોમાં સિંહના આંટાફેરા જોવા મળ્યા છે. રાત્રીના સમયે સિંહના ગામમાં આંટાફેરાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. તો ગીર જંગલ નજીક વાડી વિસ્તારમાં બાજરીના પાકમાં બે સિંહણ સાથે સિંહ બાળનો લટાર મારતો વીડિયો વાયરલ થયો હતો.

READ ALSO

Related posts

કેનાલોમાંથી પાણીની ચોરી કરી રહેલા માફિયાઓની હવે ખેર નહી, સરકારે ગૃહમાં પસાર કર્યો આ ઠરાવ

Path Shah

ફેસબુક પર ગ્રીન અમદાવાદ અને વૃક્ષારોપણની સુફિયાણી વાતો, બીજી તરફ વૃક્ષોનું નિકંદન

Path Shah

કર્ણાટક: સરકારનાં વિશ્વાસમતમાં ગેરહાજર રહેલા બસપા ધારાસભ્ય સામે માયાવતીએ કરી આ કાર્યવાહી

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!