ગિરનાર રોપ વે શરૂ થયાને એક વર્ષ પૂર્ણ થયું છે. 1 વર્ષમાં ગીરનાર રોપવે ચલાવતી કંપનીની કમાણી સાંભળીને ચોંકી જવાય…માત્ર ગીરનાર રોપવે ચલાવતી કંપનીની જ નહીં પણ સરકારની તિજોરીમાં પણ અઢળક આવક થઇ છે. પરંતુ તેની સામે જૂનાગઢ શહેર અને સ્થાનિક લોકોને શું મળ્યું છે આવો જાણીએ.

ગિરનાર રોપવે માટે સ્થાનિકોએ વર્ષો સુધી અનેક આંદોલન કર્યા
ગિરનાર રોપવે માટે સ્થાનિકોએ વર્ષો સુધી અનેક આંદોલન કર્યા હતા. આખરે ગત વર્ષે ૨૪ ઓક્ટોબરના રોપવેનું વડાપ્રધાનના હસ્તે ઇ લોકાર્પણ કરાયું. સ્થાનિક લોકોમાં રોપવેને લઈ ખૂબ ઉત્સાહ હતો. પરંતુ રોપ વેની ટિકિટના ભાવ સાંભળી લોકોના ઉત્સાહ પર પાણી ફરી વળ્યું હતું.

શરૂઆતમાં વયસ્કો માટે ૬૦૦ રૂપિયા, જ્યારે બાળકોના ૩૦૦ રૂપીયા અને તેના પર ૧૮ ટકા જીએસટી વસુલવામાં આવતો હતો. ૧૪ નવે.૨૦૨૦ બાદ વયસ્કો માટે ૭૦૦ રૂપીયા અને બાળકોના ૩૫૦ અને તેના પર ૧૮ ટકા જીએસટી વસુલ કરવામાં આવ્યો, પરંતુ આ ભાવનો વિરોધ થતા જૂનાગઢનાં લોકો માટે રાહત આપવામાં આવી. બાદમાં વયસ્કો માટે જીએસટી સાથે ૭૦૦ રૂપીયા અને બાળકો માટે ૩૫૦ રૂપીયા રાખવામાં આવ્યા. તે પણ વધુ હોવાથી શહેરની સામાજીક સેવાભાવી સંસ્થાઓએ બેઠક કરી હતી અને રોપવેની ટિકિટના વધુ પડતા ભાવ સામે વિરોધ કર્યો. પરંતુ રોપવે કંપનીને સરકારનો સારો એવો સપોર્ટ હોવાથી ભાવ ઘટાડા બાબતે મચક ન આપી અને જૂનાગઢમાં રોજગારી વધશે હોટલો રિસોર્ટ બનશે ખાણીપીણી અને વાહનોનો ઉપયોગ વધશે તેવા દિવા સ્વપ્નો બતાવાયા. પરંતુ આ સપનાઓ સપનાઓ જ સાબિત થયા…જૂનાગઢમાં આવું કંઇ જોવા મળી રહ્યું નથી.

સંચાલન ૯૮ વર્ષ માટે સોંપવામાં આવ્યું
રોપવે પ્રોજેકટમાં ૧૩૦ કરોડનો ખર્ચ થયો, રોપવે કંપનીને તેનું સંચાલન ૯૮ વર્ષ માટે સોંપવામાં આવ્યું છે. એક વર્ષ દરમ્યાન આ રોપવેમાં ૬.૬૦ લાખ લોકોએ સવારી કરી છે. તે મુજબ રોપવે કંપનીને ૩૫ કરોડથી વધુનો વકરો થયો છે. જ્યારે સરકારને બેઠા થાળે છ કરોડથી વધુની જીએસટીની આવક થઈ છે.સરકારને જીએસટીની આવક થઈ રહી હોવાથી રોપવેના ભાડા ઘટાડવા અંગે ધ્યાન ન આપતી હોવાનો પણ આક્ષેપ થવા લાગ્યો છે, ગિરનાર પર્વત પર આવતા વિદ્યાર્થીઓની પણ માંગ છે કે દરેક પર્યટક સ્થળ પર વિદ્યાર્થીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે ત્યારે ગિરનાર રોપવે કંપની દ્વારા પણ વિદ્યાર્થીઓ માટે ખાસ યોજના મૂકવામાં આવે.
READ ALSO
- ઈરાક યુદ્ધનો બદલો લેવાના હેતુથી ઘડાયેલુ પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિની હત્યાનુ કાવતરુ નિષ્ફળ : FBI
- હેલ્થ/ વર્કઆઉટ કર્યા પછી ભૂલથી પણ ના પીતા ઠંડું પાણી, થઈ શકે છે આ મોટા નુકસાન
- મોદી સરકારના 8 વર્ષ / મોદી સરકારે વિકાસ માટે આ મહત્વના નિર્ણયો લઈને ગુજરાતની બદલી દીધી રોનક
- ઉગ્રવાદી નેતા યાસીન મલિકને ટેરર ફન્ડિંગ કેસમાં આજીવન કેદ
- વડોદરામાં રખડતા ઢોરનો ત્રાસ હજુ શમ્યો નથી ત્યારે હવે રખડતા શ્વાનનો ત્રાસ સામે આવ્યો