GSTV

ગિરનાર રોપ-વેના ભાવનો પ્રચંડ વિરોધ થતાં ભાડામાં કર્યો મામૂલી ઘટાડો, જાણો હવે કેટલા ચૂકવવા પડશે

ગિરનાર રોપ-વેને લોકો લૂંટ-વે કહી રહ્યા છે, જેથી રોપવેના ઉંચા ભાવોને લઇને પ્રચંડ લોકજુવાળને જોતા રોપવેના ભાડામાં મામૂલી ઘટાડો કરવામાં આવ્યો છે. આ ભાવ ઘટાડો ક્યાં પ્રકારનો છે જોઇએ આ અહેવાલમાં…

વિકાસના નામે હૃદયમાં ઝાટકો લાગી જાય તેવા ગિરનાર રોપ-વેના ઉંચા ભાડાને લઇને પ્રચંડ લોકજુવાળ તેમજ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોના પણ ખચકાટને જોતા ઉષા બ્રેકોએ થોડું ભાડુ ઘટાડ્યુ છે. પરંતુ આ ભાડા ઘટાડો તદન મામૂલી હોવાનું લોકો કહી રહ્યા છે. હવે ભાડા ઘટાડો કંઇ રીતે કરાયો છે તે સમજીએ. હાલમાં 14 તારીખ સુધી ડિસ્કાઉન્ટ રેટમાં ગિરનાર રોપવેનું ભાડું 600 પ્લસ 18 ટકા જીએસટી છે. એટલે કે હાલમાં પ્રવાસીઓ 708 રૂપિયા ચૂકવી રહ્યા છે. 14 તારીખ પછી રોપવેનું ભાડું 700 પ્લસ 126 થવાના હતા. એટલે કે 826 થવાના હતા.
પરંતુ હવે 14 તારીખ પછી 700 રૂપિયામાં જીએસટી ઇનક્લૂડ કરી દેવાયો છે. એટલે કે જીએસટીના 126 રૂપિયા 700 રૂપિયાની ટિકિટમાં સમાવી લેવાયા છે. એટલે કે કુલ 126 રૂપિયાનો ઘટાડો કરાયો છે.

બાળકોની વાત કરીએ તો

હાલમાં 14 તારીખ સુધી કન્સેશન ટિકિટ હોવાથી 300 પ્લસ 18 ટકા જીએસટી લેખે 354 રૂપિયા વસૂલાય રહ્યા છે.
જે 14 તારીખ પછી 350 પ્લસ 18 ટકા જીએસટી લેખે 413 રૂપિયા વસૂલવાના હતા. જે હવે 14 તારીખ પછી 350 લેખે જ વસૂલાશે. આમ બાળકોની ટિકિટમાં 63 રૂપિયાનો મામૂલી ઘટાડો કરાયો છે. જોકે આ ભાડા ઘટાડાને પ્રવાસીઓએ ચણા મમરા જેવો ભાવ ઘટાડો ગણાવ્યો છે.

અહીં મહત્વનું છે કે, પાવાગઢ કરતા ગિરનાર રોપવેની લંબાઇ 3 ગણી વધુ છે. જ્યારે ભાડુ પાંચ ગણુ વધારે છે. ત્યારે પાવાગઢના ભાડા મુજબ જો ગણીએ તો 447 ભાડુ હોવું જોઇએ. પણ હાલમાં ભાડુ 700 અને બાળકો માટે 350 જ રખાયુ છે. જે ચોક્કસપણે વધારે હોવાનો લોકમત છે.

READ ALSO

Related posts

કપિલદેવની પ્લેઇંગ ઇલેવનમાં રોહિત શર્માનું પત્તુ કપાયું, કહ્યું- ધોનીને કોઈ ટચ કરી શકે નહીં

Ankita Trada

અમદાવાદ શહેરના બગીચા માટે લેવાયો ફરી નિર્ણય, હવે સવાર-સાંજ આટલા કલાક જ ખુલ્લા રહેશે

pratik shah

ઘરમાં સગર્ભા મહિલા હોય તો પરિવારે સૌથી વધારે સાવધાનીની જરૂર, નહીં તો તમે તેમનો જીવ મૂકશે જોખમમાં

Bansari
Do NOT follow this link or you will be banned from the site!