GSTV

ગિરનાર રોપ-વે સામાન્ય લોકો માટે નહિ પરંતુ માત્ર પૈસાદારો માટે જ છે, જોઈ લો આ આંકડા

ગિરનાર રોપ-વે મધ્યમ અને સામાન્ય લોકો માટે નથી પરંતુ માત્ર પૈસાદારો માટે જ હોય તેવી રીતે ઉંચા ભાડા રખાયા છે. હાલના ભાડા જોતા ક્ષમતા કરતા અડધા પ્રવાસીઓ આવે તો પણ માત્ર દોઢ વર્ષમાં દોઢસો કરોડની આવક થઇ જશે. એટલે કે રોપવે પાછળ કરેલા 130 કરોડ રૂપિયા વસૂલાઇ જશે. ત્યારપછીના 96 વર્ષ સુધી સરકાર અને રોપવે કંપની કરશે રૂપિયા બનાવવા સિવાય બીજુ કંઇક કરશે નહીં.

  • પૈસાદારો માટે જ તૈયાર કરાયો ગિરનારનો રોપ-વે !
  • ઉંચા ભાડા હિસાબે માત્ર દોઢ વર્ષમાં જ નીકળી જશે રૂપિયા !
  • બાકીના ૯૬ વર્ષ રૂપિયા જ બનાવાનું થશે કામ ?

એશિયાના સૌથી મોટા રોપવેના દાવાઓ કરીને ગિરનાર રોપ વે શરૂ તો કરી દેવાયો. પણ ભાડા એટલા ઉંચા રખાયા છે કે સામાન્ય માણસો જવાનું વિચારે જ નહીં એટલે માત્ર ધનિકો માટે જ રોપવે તૈયાર કરાયો હોય તેવું લોકોને લાગી રહ્યું છે.
રોપવેની રોજની ક્ષમતા ૮ હજાર પ્રવાસીની અડધા પ્રવાસી આવે તો પણ દોઢ વર્ષમાં ૧૫૦ કરોડથી વધુ રૂપિયા ઉભા થઇ જાય. આમ રોપવે માટે કરાયેલ ખર્ચા કરતા વધુ રકમ ઊભી થશે. ત્યારપછી સરકારને ટેક્સની અને ઉષા બ્રેકો કંપનીને મુસાફરોના ટિકિટના મળેલા નાણાની કમાણી જ કમાણી થવાની છે. રોપવે માટે ટિકિટના દર મોટા લોકો માટે ૭૦૦ રૂપિયા બાળકો માટે ૩૫૦ રૂપિયા રખાયા છે.

મહત્વનું છેકે સરકાર અને કંપનીને વચ્ચે ૯૮ વર્ષ સુધી રોપવે સંચાલન કરવાનો કરવાનો કરાર થયો છે. દોઢ વર્ષના ખર્ચને બદલે વધીને બે થી અઢી વર્ષમાં પણ જો તમામ ખર્ચ નીકળી જાય તો પછી ત્યારપછી સરકારને 18% જીએસટીની આવક તેમજ કંપનીને ટિકિટના પૈસાની આવક 96 વર્ષ સુધી થતી રહેશે. હાલમાં રોપવે શરૂ થતા જ લોકોમાં ઉત્સાહ હોવાથી પ્રથમ દિવસે જ ૨ હજારથી વધુ પ્રવાસીઓ આવ્યા હતા. જ્યારે આગામી દિવસોમાં દિવાળી નાતાલ શિવરાત્રીનો મેળો પરિક્રમા સહિતના તહેવારોમાં વધુ ધસારો થાય તેવી પણ શક્યતાઓ છે. રોપ-વે ની શરૂઆતમાં નેતાઓને પરિવાર સાથે સંચાલન કરતી કંપનીઓ મફતમાં મુસાફરી કરાવી દીધી. જેથી આ સમગ્ર મામલે જૂનાગઢના નેતાઓએ તો મૌન ધારણ કરી લીધું છે પણ પ્રજાજનોમાં જરૂર કચવાટ જોવા મળી રહ્યો છે.

READ ALSO

Related posts

રાજ્યમાં 462 કોરોના વોરિયર્સ આવ્યા મહામારીની ઝપેટમાં, મૃત્યુદર 1.02 ટકાથી વદીને 4 ટકાએ પહોંચ્યો

Nilesh Jethva

CORONA : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા 1502 કેસ, મોતના આંકમાં મોટો ઉછાળો, 83 લોકો વેન્ટિલેટર પર

Nilesh Jethva

સના ખાન અને અનસ સૈયદે આમ પ્રેમથી ઉતારી એકબીજાની નજર, જુઓ વીડિયો

Karan
Do NOT follow this link or you will be banned from the site!