GSTV

ગુજરાત માટે ખુશખબર : ગિરનારનો રોપ વે તૈયાર, 9 જ મીનિટમાં ઉપર પહોંચવા આટલા રૂપિયા રહેશે ટીકિટ

ગિરનાર

ગુજરાતના મોટા યાત્રાધામ ગણાતા ગિરનાર પર જવા માગતા શ્રદ્ધાળુઓ માટે તૈયાર કરવામાં આવી રહેલો રૉપ વે આગામી 17મી ઓક્ટોબરે ખૂલ્લો મૂકવામાં આવે તેવી સંભાવના છે.2007ની સાલમાં આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરનાર તે વખતના મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી આ રોપ વૅને ખૂલ્લો મૂકવા માટે ઉપસ્થિત રહે તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે આ રોપ-વે પાછળ રૂપિયા 1.10 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

યાત્રાળુ નવ જ મિનિટમાં પહોંચી જશે ઉપર

દરિયાની સપાટીથી અંદાજે 3500થી 3700 મીટર ઊંચાઈ સુધી રોપ વૅની મદદથી લઈ જઈ શકાશે. આ રોપ વૅ સાતે અંદાજે 16 કેબિન કનેક્ટ કરવામાં આવશે. આ કેબિનમાં એક સાથે 16 જણ ઉપર જઈ શકશે. રોપ વૅ ચાલુ થયા પછી યાત્રાળુ નવ જ મિનિટમાં ઉપર પહોંચી જશે.

આ રોપ વે સતત ફરતો જ રહેશે. તેમાં ઉપર પહોંચેલા યાત્રાળુને ઉતારતા ખાલી પડેલી કેબિનમાં પાછા ઉતરવા માગતા યાત્રાળુઓને બેસાડીને લઈ આવવામાં આવશે. યાત્રાળુઓને ઉપર દર્શન કરવા માટે એકાદ કલાક સુધી રહેવાનો અવસર આપવામાં આવશે. ત્યારબાદ તેમને તે જ રોપવેમાં પાછા લઈ આવવામાં આવશે.

આટલા રૂપિયાની હશે ટિકિટ

આ રોપ વૅની ટિકીટ અંદાજે રૂા. 700ની રાખવામાં આવે તેવી શક્યતા છે. ડોળીમાં બેસાડીને લઈ જનારાઓ યાત્રાળુઓ પાસે વ્યક્તિદીઠ રૂા.4000થી 5000 લે છે. તેની સામે રૂા. 700માં રિટર્ન ટિકીટ ઇશ્યૂ કરવામાં આવે તેવી સંભાવના છે.

ડોળીમાં બેસાડીને વૃદ્ધ અને અશક્ત યાત્રાળુઓને દર્શન કરાવતા ડોળીવાળાઓને તેને પરિણામે થનારી નુકસાની સરભર કરી આપવા માટે તે જ વિસ્તારમાં દુકાન કરી આપવાની તૈયારી સરકારે દાખવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Read Also

Related posts

જૂનાગઢ/ રોપ વેની ટિકિટના ભાવ ઘટાડવા માટે રક્તરંજિત સહી ઝૂંબેશ ઉપાડી, કરી રહ્યા છે ભારે વિરોધ

Pravin Makwana

એન્ટ્રી ઓપરેટરના ઘરેથી 62 કરોડ રૂપિયા મળ્યા, આઈટીના દેશભરમાં 42 જગ્યા પર સામૂહિક દરોડા

pratik shah

ગિરનારા રોપ-વેના ભાવનો પ્રચંડ વિરોધ થતાં ભાડામાં કર્યો મામૂલી ઘટાડો, જાણો હવે કેટલા ચૂકવવા પડશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!