યુવતીઓ મોટા મોટા ફોન તો વાપરો છો પણ આ વાતની જાણ છે? 96% તો સામેલ થઈ ગઈ છે

આજે સોશિયલ મીડિયા એટલું વધુ પ્રમાણમાં વપરાય રહ્યું છે કે ન પૂછો વાત. પરંતુ તેનાથી થતા નુકશાન વિશે કોઈ જાણે છે ખરા! સોશિયલ મીડિયા પર વધુ સમય વિતાવવાથી ડિપ્રેશનનો ખતરો થવાની વાત કેટલાય રિસર્ચમાં સામે આવી ચુકી છે, પણ હવે એક સ્ટડીમાં દાવો કરાયો છે કે સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગથી યુવકો કરતા યુવતીઓને ડિપ્રેશનનો વધુ ખતરો રહે છે. બ્રિટનની યુનિવર્સીટી લંડનના 14 વર્ષના 11 હજાર યુવક-યુવતીઓના ડેટાનું એનાલિસિસ કર્યું અને આ સ્ટડી બહાર પાડ્યું.

આ સ્ટડીમાં સામે આવ્યું કે જે યુવતીઓ દરરોજ 5 કલાકથી વધુ સમય સોશિયલ મીડિયા પર વિતાવે છે, તેમાંથી 40% યુવતીઓમાં ડિપ્રેશનના લક્ષણ દેખાયા. જયારે આટલો જ સમય વિતાવતા યુવકોમાં ડિપ્રેશનનું આ પ્રમાણ 15% હતું. આ સ્ટડીમાં સામે આવ્યું કે 5માંથી 2 યુવતીઓ દરરોજ ત્રણ કલાકથી વધુ સમય સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. સર્વેમાં સામેલ 10% યુવકોએ અને 4% યુવતીઓએ માન્યું કે તેઓ સોશિયલ મીડિયાનો બિલકુલ ઉપયોગ કરતા નથી.

સ્ટડીમાં જણાવ્યા મુજબ, 14 વર્ષની 7.5% યુવતીઓ અને 4.3% યુવકો ઓનલાઇન હેરેસમેન્ટનો શિકાર થાય છે જયારે 17.4% યુવકોની સરખામણીએ 35.6% યુવતીઓએ પોતાને ડિપ્રેસ માની. આ સિવાય સોશિયલ મીડિયા પર 32.8% યુવતીઓ અને 7.9% યુવકો ઓનલાઇન બુલિંગના શિકાર થાય છે. સર્વેમાં સામેલ 5.4% યુવતીઓ અને 2.7% યુવકોએ કહ્યું કે તેઓ 7 કલાકથી ઓછા સમયની ઊંઘ લે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter