GSTV

હદ કરી: અચાનક કપડા ઉતારીને જાહેર સ્થળે લાગેલા ફૂંવારામાં ન્હાવા લાગી યુવતી, પોલીસે ખૂબ સમજાવી તો પણ ન માની

Last Updated on June 23, 2021 by Pravin Makwana

ઈટલીની રાજધાની રોમમાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. અહીં એક યુવતીએ જાહેર જગ્યા પર તમામ કપડાં ઉતારીને એક ફાઉંટેનમાં જઈને સ્વિમિંગ કરવા લાગી હતી. આ ઘટના પિયાઝા કોલોના ફાઉંટેનની છે. જે સમયે આ ઘટના થઈ, ત્યારે ત્યાં કેટલાય લોકો હાજર હતાં.

પોલીસે સમજાવી છતાં બહાર ન આવી

અચાનક યુવતીનું આ રીતે નગ્ન થવાની આજૂબાજૂના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પોલીસે આ યુવતીને તાત્કાલિક બહાર આવવાનું કહ્યું, પણ તે હસતાં હસતાં પોલીસને જોતી રહી. એટલુ જ નહીં પોલીસ દ્વારા ધરપકડ કરવાની ધમકીની પણ તેના પર કોઈ અસર થઈ નહીં. તેણે તો ન્હાવાનું ચાલુ જ રાખ્યું. પોલીસે પણ જીદ પકડી ત્યારે માંડ માંડ બહાર આવી અને પોતાના કપડા લઈને ચાલતી થઈ. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં આ યુવતી સંપૂર્ણપણે નગ્ન દેખાઈ રહી છે.

ટુરિસ્ટ હતી આ યુવતી

એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે આ અજ્ઞાત યુવતી ટૂરિસ્ટ હતી અને કપડા ઉતારીને ફાઉંટેનમાં કુદ્યા પહેલા તે શહેરમાં ખૂબ ગરમી હોવાનું કહી રહી હતી. ગજબની વાત તો એ છે કે, દેશની સંસદની બાજૂમાં આવેલા આ પ્રખ્યાત ફુંવારા પાસે એટલી બધી સુરક્ષા હોવા છતાં પણ નગ્ન અવસ્થામાં ન્હાવા લાગી હતી આ યુવતી.

READ ALSO

Related posts

રાશનકાર્ડ ધારકો માટે ખુશખબર આવી: નવેમ્બર સુધી ફ્રી રાશન ઉપરાંત મેળવી શકશો આટલા લાભ, આવી રીતે કરો અપ્લાઈ

Pravin Makwana

ખુશખબર: કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓને આગામી નાણાકીય વર્ષમાં ઈંક્રીમેંટ અને સેલરી વધશે

Pravin Makwana

કોરોના વાયરસ/ ભારતમાં એક્ટિવ કેસોમાં સતત વધારો, 24 કલાકમાં નોંધાયા આટલા કેસ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!