તમે તમારા પાર્ટનરના કેટલા પણ નજીક કેમ ના હોવ, પરંતુ ક્યારેક એવી ક્ષણ જરૂર આવે છે, જ્યાર તમે બંને એકબીજાથી દૂર થતા હશો. પરંતુ જ્યારે તમે પ્રેમમાં સંપૂર્ણ રીતે ડૂબી જાવ છો, તો સાચુ-ખોટુ શું છે, તેમાં ફરક ભૂલી જાય છે, અથવા સમજવામાં મુશ્કેલી થાય છે. માત્ર આટલું જ નહીં, તેને પાર્ટનરની પણ ખૂબ જ યાદ આવે છે. શું તમે જાણો છો કે પાર્ટનર એટલે બોયફ્રેન્ડની યાદ આવવા પર યુવતીઓ કઇ પ્રકારની હરકતો કરતી હોય છે?

સંબંધોને સમજવાનો પ્રયાસ
પ્રેમીના દૂર જવા પર પ્રેમિકા તેના સંબંધો અંગે વિચારવાનું શરૂ કરી દેતી હોય છે. તે રિલેશનશિપના સમયમાં આવેલા દરેક સુખ દુ:ખની ક્ષણને યાદ કરી તેના પ્રેમીને યાદ કરવા લાગે છે. માત્ર આટલું જ નહીં, તે તેના ભવિષ્ય અંગે વિચારી અનેક સપના પરોવવા લાગે છે.
વાતચીતના બહાનાઓ શોધે છે
પ્રેમીના કોઇ કામથી બહાર જવા પર પ્રેમિકાને તેની યાદ આવવી વાજબી છે. એવામાં તે તેની સાથે વાતચીત કરવાનો બહાનો શોધે છે. વારંવાર મેસેજ કરે છે અને પ્રયાસ કરે છે કે દરેક નાની-મોટી વાત કોલ પર જ થાય. ફક્ત આટલું જ નહીં, તે એ વાતનું પણ ધ્યાન રાખે છે કે તેની વાત લાંબી ચાલે.
સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર નજર રાખે છે
જો પ્રેમી વ્યસ્ત હોવાના કારણે થોડાક સમય સુધી વાત નથી કરતો, તો પ્રેમિકા તરત તેના સોશિયલ મીડિયા અકાઉન્ટને ફેંદી નાંખે છે. પ્રેમીના લાસ્ટ સીન અને ડીપી પણ જુએ છે.

સામાન્ય છે રોમાન્સના સ્વપ્ન જોવા
પ્રેમી નજીક હોવા પર ભલે કેટલી પણ લડાઈ થાય પરંતુ તેના દૂર જતા જ યુવતીઓ રોમાન્સ કરવાના બહાના શોધી કાઢે છે. તે પ્રેમીને રોમેન્ટિક મેસેજ મોકલે છે, રોમાંટિક હોલીડેના સપના જુએ છે અને પ્રેમીના બર્થડે અથવા તેની એનિવર્સરી માટે પ્લાન બનાવવા લાગે છે.
Read Also
- પાકિસ્તાન પર ચીનનું લગભગ 1.5 બિલિયન ડૉલરનું દેવું, ચીન આપી ખુલ્લી ધમકી
- માગશર અમાસે કરો આ કામ, માતા લક્ષ્મી વરસાવશે કૃપા
- મૂળાંક 5ની ખાસિયતો જાણીને તમને આશ્ચર્ય થશે, 5, 14 કે 23 તારીખે જન્મેલા લોકો હોય છે ખૂબ જ બુદ્ધિશાળી
- અમદાવાદમાં NCDCની રાષ્ટ્રીય કક્ષાની મિટિંગ યોજાઈ, દલિત ખ્રિસ્તીઓને SC સ્ટેટસ અપાવવા લડે છે લડત
- ભારત – સાઉથ આફ્રિકાની પ્રથમ ટી-20 મેચ વરસાદમાં ધોવાઈ