GSTV
Home » News » પ્રતિબંધનું ગ્રહણ : ગુજરાતના આ 12 ગામે બનાવ્યા નવા કાયદા, છોકરી નિયમ તોડશે તો પિતાને થશે દંડ

પ્રતિબંધનું ગ્રહણ : ગુજરાતના આ 12 ગામે બનાવ્યા નવા કાયદા, છોકરી નિયમ તોડશે તો પિતાને થશે દંડ

આમ તો દેશના તમામ નાગરિકો માટે બંધારણ સર્વોપરી છે. પરંતુ બનાસકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સમાજે બનાવેલા સમાજના બંધારણે ચર્ચા જગાવી છે. જે અંતર્ગત કુંવારી યુવતીઓએ મોબાઇલ રાખવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. બીજી તરફ જો કોઇ યુવક કે યુવતી સમાજ વિરોધી પ્રવૃતિ કરે તો તેમના પરિવારજનોને દંડ ફટકારવાની પણ જોગવાઇ કરાઇ છે.

બનાસકાંઠાના દાંતીવાડાના જેગોલ સહિત આસપાસના 12 ગામના ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનોએ એકઠા થઇને સમાજનું પોતાનું બંધારણ બનાવ્યું છે. ઠાકોર સમાજમાંથી કુરિવાજો અને દૂષણો દૂર કરવાના હેતુ સાથે ક્ષત્રિય ઠાકોર સમાજે અનેક નિયમો ઘડ્યા છે… જે અંતર્ગત ઠાકોર સમાજની કુંવારી યુવતીઓના મોબાઇલ રાખવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

આ સિવાય સમાજના યુવક-યુવતી સામાજિક મૂલ્યો તોડે તો તેના માતા-પિતાને દંડ ચૂકવવાની જોગવાઇ પણ કરાઇ છે. જે મુજબ યુવતીના માતા-પિતાને 1.50 લાખનો દંડ જ્યારે કે યુવકના માતા-પિતાને 2 લાખનો દંડ ફરજીયાત ભરવો પડશે. આ ઉપરાંત તમામ પ્રસંગોમાં ડીજે, ફટાકડા અને વરઘોડો કાઢવા પર પણ પ્રતિબંધ લગાવાયો છે. ઠાકોર સમાજના અગ્રણીઓ સમાજના હિત માટે આ નિયમો બનાવ્યા હોવાનું જણાવે છે…

ક્ષત્રિય ઠાકોર સમાજે ઘડેલા બંધારણને યુવા પેઢી પણ આવકારી રહી છે. ઠાકોર સમાજની યુવતીઓએ નિયમોને યોગ્ય ગણાવી તેનું પાલન કરવાની ખાતરી આપી છે. ક્ષત્રિય ઠાકોર સમાજે તેના બંધારણમાં અનેક આવકારદાયક નિર્ણયો લીધા છે. પરંતુ યુવતીઓના મોબાઇલ રાખવા પર પ્રતિબંધ અને યુવક-યુવતીઓના માતા-પિતાને દંડની જોગવાઇઓએ ખાસ્સી ચર્ચા જગાવી છે.

પ્રતિબંધનું ‘ગ્રહણ’ !

કુંવારી છોકરીઓને મોબાઈલ પર પ્રતિબંધ
પ્રસંગોમાં ડી જે, ફટાકડા ફોડવા નહીં
છોકરી નિયમ તોડે તો તેના માતા પિતાને ૧.૫૦ લાખનો દંડ
છોકરો નિયમ તોડે તો તેના માતા પિતાને બે લાખનો દંડ
ઓઢોમણાના બદલે રોકડા પૈસા આપવા
વાસણ પ્રથાને બદલે રોકડા આપી દેવા

પ્રતિબંધનું ‘ગ્રહણ’ !

બનાસકાંઠાના દાંતીવાડાના ૧૨ ગામોનું નવું બંધારણ
જેગોલ, કોટડા, ગાંગુદરા, ઓઢવા
હરીયાવાડા, માલપુરીયા, શેરગઢ, તાલેપુરા
રાણોલ, રતનપુર, ધાનેરી, વેળાવાસ

પ્રતિબંધનું ‘ગ્રહણ’ !

છોકરાઓ પર મોબાઈલ પ્રતિબંધ કેમ નહી ?
છોકરા અને છોકરીમાં ભેદભાવ કેમ ?
કડક નિયમોથી કેટલો આવશે બદલાવ ?
સમાજના કુરિવાજા અને દૂષણો દૂર થશે ?
આવા નિયમોથી સમાજમાં બદલાવ આવશે ?

READ ALSO

Related posts

દિલ્હી હિંસા: અત્યાર સુધીમાં 106 લોકોની ધરપકડ, 18 પર FIR, પરિસ્થિતી નિયંત્રણમાં

Pravin Makwana

દિલ્હી હિંસાના વિરોધમાં સડક પર ઉતરી કોંગ્રેસ, પ્રિયંકા ગાંધીએ લીધી આગેવાની

Ankita Trada

નીતિનભાઈએ બજેટમાં એવી ભેટ આપી કે ગુજરાતના તમામ વેપારીઓ કરશે કાકાની વાહવાહી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!