એક અમેરિકન યુવતી હાલમાં ખૂબ જ ગંભીર બીમારીથી પીડાઈ રહી છે. યુવતીનું નામ વિરસાવીયા ગોંચારોવા છે. ફોટામાં જોઇ શકાય છે કે ગોંચારોવાનું હૃદય છાતીથી બહાર છે. હકીકતમાં ગોંચારોવાના પેટની પાંસળી અને સ્નાયુઓ ખોટી રીતે રચાયા છે,જેના કારણે ગોંચારોવાને આ સમસ્યા આવી રહી છે. ચાલો આપણે જાણીએ વીરસાવીયા ગોંચરાવા અને તેના આ વિચિત્ર રોગ વિશે ...
વિરસાવીયા ગોંચારોવાને છે આ ગંભીર બીમારી

જણાવી દઈએ કે વિરસાવીયા ગોંચારોવાને કેન્ટ્રેલ ડિસઓર્ડરની પેન્ટાલોજી છે. આ રોગ બાળકોમાં જન્મજાત હોય છે. આને કારણે,ગોંચારોવાના હૃદયની છાતી પર અનોખી રીતે ઉભરી આવ્યું છે.
વિરસાવીયા ગોંચારોવાના હ્રદયમાં છે છિદ્ર
જાણો કે કેન્ટ્રેલ ડિસઓર્ડરની પેન્ટાલોજી સિવાય વિરસવીયા ગોંચારોવાના હૃદયમાં એક છિદ્ર પણ છે. આ કારણોસર ગયા વર્ષે ગોંચારોવાને 2020નો મોટાભાગનો સમય હોસ્પિટલમાં વિતાવવો પડ્યો. આ સમય દરમિયાન તેનું ઓક્સિજનનું સ્તર પણ નોંધપાત્ર રીતે ઘટી ગયું હતું. સારવારના 2 અઠવાડિયા પછી તેનું ઓક્સિજનનું સ્તર સામાન્ય થઈ ગયું.
આ કારણથી નથી થઈ રહી વિરસાવીયા ગોંચારોવાની સર્જરી
તમને જણાવી દઈએ કે વિરસાવીયા ગોંચારોવાનો પરિવાર મૂળ રશિયાનો છે. વર્ષ 2015માં તેમનો પરિવાર અમેરિકા સ્થાયી થયો. ગોંચારોવાના પરિવારને આશા હતી કે યુ.એસ.માં સર્જરી પછી તેમની પુત્રી સ્વસ્થ થઈ જશે પરંતુ ગોન્ચારોવાને હાઈ બ્લડ પ્રેશરના કારણે ફેફસાંની ધમનીઓ પર પણ અસર પડી હતી તેથી સર્જરી થઈ શકી ન હતી.
વિરસાવીયા ગોંચારોવાને સહન કરવી પડે છે આ પરેશાની
વિરસવીયા ગોંચારોવાના પરિવારના જણાવ્યા મુજબ જ્યારે પણ પુત્રીના શરીરમાં ઓક્સિજનનું નીચુ સ્તર આવે છે ત્યારે તેને ચક્કર આવે છે. જો કે આવી મુશ્કેલીઓ હોવા છતાં ગોંચારોવા સક્રિય રહેવાનું પસંદ કરે છે. તેને નૃત્ય કરવાનું અને ગાવાનું પસંદ છે.

સોશ્યલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે વિરસાવીયા ગોંચારોવા
નોંધનીય છે કે વિરસાવીયા ગોંચારોવા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે હંમેશાં તેના પરિવારના સભ્યો અને મિત્રો સાથે ફોટા શેર કરે છે. ગોંચારોવા તેના જીવનને લગતી માહિતીને સોશિયલ મીડિયા પર અપડેટ કરતી રહે છે
READ ALSO- સાવધાન! ભૂલથી પણ આ 7 ચીજવસ્તુઓને ક્યારેય તમારા ફ્રિજમાં ના મૂકતા નહીંતર…
- તમારા નસકોરાં બોલવા પાછળ ક્યાંક ઓએસએ તો જવાબદાર નથી, જાણો કઈ રીતે મેળવશો તેનાથી છુટકારો
- Suzuki Access 125ની ખરીદવું પડશે મોંઘુ, કંપનીએ કિંમતમાં કર્યો આટલા રૂપિયાનો વધારો
- પોતાની જાન ગામમાં આવે તે પહેલા યુવતીએ અધિકારીઓ પાસે બનાવડાવ્યો ગામનો નવો રસ્તો, અધિકારીઓએ પણ ખુશ થઈ કામ કરી આપ્યું
- શું તમે કરો છો Earphone નો ઉપયોગ? તો જાણી લેજો તેનાથી થતી ગંભીર બીમારીઓ વિશે…