હેર ડાયનો આ સાઇડ ઈફેક્ટ જોઇ તમે ચોંકી જશો, માથુ વિજળીના બલ્બ જેવુ થયુ

અહીં એક ફ્રેન્ચ મહિલાને વાળમાં કલર લગાવવાનું ભારે પડ્યું. અહેવાલ છે કે ડાયના કારણે મહિલાને એલર્જી થઇ હતી અને તેનો ચહેરો સોજી ગયો હતો. ઈન્ડિયન એક્સપ્રેસે ફૉક્સ ન્યૂઝ દ્વારા 19 વર્ષની ઈસ્ટલના હવાલા પરથી આ જાણકારી આપી છે.

ઈસ્ટલે જણાવ્યું કે વાળમાં કલર લગાવ્યા બાદ તેનો ચહેરા પર સોજો આવતા વિજળીના બલ્બ જેવો થઇ ગયો હતો. ઈસ્ટલ મુજબ, ‘વાળમાં પીપીડી કેમિકલ લગાવવાના કારણે એલર્જી થઇ હતી.’ પીપીડી કેમિકલને સામાન્ય રીતે મેકઅપ અને વાળ પર કલર લગાવવા વાળા પ્રોડક્ટના રૂપમાં ઓળખવામાં આવે છે.

19 વર્ષની યુવા મુજબ તેમણે પ્રોડક્ટનો ઉપયોગ કરતા પહેલા તેનો ઓછી માત્રામાં જ ઉપયોગ કર્યો. જોકે, તાત્કાલિક પ્રોડક્ટનું પરિણામ સામે આવ્યું અને ચહેરો સોજી ગયા બાદ માથામાં ખૂબ બળતરા થઇ હતી. સોજો રોકવા માટે તેમણે દવાઓનો પણ ઉપયોગ કર્યો પરંતુ કોઈ ફાયદો થયો નહીં. માથુ પોતાનુ મૂળ આકાર 22 ઈંચથી વધીને 24.8 ઈંચનુ થયુ. મોંઢામાં પણ વધારે સોઝો આવ્યો.

રિપોર્ટ મુજબ, પીપીડીના ઉપયોગ બાદ ઈસ્ટલને શ્વાસ લેવામાં ખૂબ પરેશાની થતી હતી, જેને પગલે તેમને તાત્કાલિક હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતાં. અહીં તેણે એડ્રેનાલાઇનનો શૉર્ટ આપવામાં આવ્યો. એડ્રેનાલાઈનનો ઉપયોગ બ્લડ ફ્લો વધારવા માટે કરવામાં આવે છે. તેમને એક રાત્રિ તબીબોએ પોતાની દેખરેખમાં રાખ્યાં. ત્યારબાદ સોજો ઓછો થયો. તબીબી ઉપચારથી સ્વસ્થ થનારી ઈસ્ટલે જણાવ્યું, ‘હું તો લગભગ નિરાશ થઇ હતી, હું ઈચ્છતી નથી કે આવુ કઈ પણ બીજાને થાય.’

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter