GSTV

આ દેશમાં લગ્ન પહેલા છોકરીઓ કરાવી રહી છે પ્લાસ્ટિક સર્જરી, સતત વધી રહ્યો છે ટ્રેન્ડ

Last Updated on July 20, 2021 by Pritesh Mehta

પોતાના અજીબોગરીબ ટ્રેન્ડ માટે ચીન સતત ચર્ચામાં રહે છે. ચીનના ખાનપાનથી લઈને કાયદો કાનૂન સરળતાથી લોકોને ગળે નથી ઉતરતા. એવાં ચીનમાં વધુ એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે જે તમને ખરેખર અજીબ લાગશે. ચીનની મોટાભાગની છોકરીઓ લગ્ન પહેલા જ મોટું રિસ્ક લઇ રહી છે, એટલે કે ચીનની મોટાભાગની છોકરીઓ વર્જિનિટી જાળવી રાખવા માટે હાઇમનોપ્લાસ્ટી એટલે કે શારીરિક સંબંધ બનાવ્યા પછી હાઇમન રીસ્ટોર કરવા માટે હાઇમન સર્જરી કરાવી રહી છે.

સર્જરી

આ ઉંમરની છોકરીઓ કરાવી રહી છે સર્જરી

એક અહેવાલમાં જણાવ્યા મુજબ મોટાભાગની છોકરીઓ જેના લગ્ન થવાના હોય તે હાઇમન સર્જરી કરાવે છે.ઝોઉ હોંગની એક સ્ત્રી રોગ નિષ્ણાતના જણાવ્યા મુજબ મોટાભાગની એ છોકરીઓ હાઇમન સર્જરી કરાવવા આવે છે જે યુવાન છે. આ મહિલાઓમાં 22 થી 35 વર્ષની વયની છોકરીઓ વધુ છે. તેમનું કહેવું છે કે તે એક મહિનામાં ઓછામાં ઓછી 20 હાઇમન સર્જરી કરે છે અને આ સંખ્યા સતત વધી રહી છે.

સતત વધી રહ્યો છે ટ્રેન્ડ

ડોક્ટરોનું કહેવું છે કે છેલ્લા 15 વર્ષમાં હાઇમન સર્જરીનું ચલણ વધ્યું છે. હવે અનેક વિવાહિત મહિલાઓ પણ એવી છે કે સર્જરીમાં રસ દર્શાવી રહી છે. જોકે, અવિવાહિત છોકરીઓ જ આ પ્રકારની સર્જરી કરાવવા માટે વધુ આવે છે.

શું છે હાઇમન સર્જરી કે હાઇમનોપ્લાસ્ટી ?

ડોક્ટરોના જણાવ્યા મુજબ છોકરીઓના વજાઈનામાં એક મેંબરેન (ઝિલ્લી) હોય છે જેને હાઇમન કહે છે. સેક્સ કર્યા બાદ અથવા તો જે છોકરીઓ રમતગમત સાથે સંકળાયેલ હોય તેમના આ મેંબરેન ડેમેજ થઇ જાય છે. ડોક્ટર આ ઝિલ્લીની સર્જરી કરી ફરી રીસ્ટોર કરે છે જેને હાઇમનોપ્લાસ્ટી કહે છે.

છોકરીઓનું વર્જિનિટી ટેસ્ટ

એટલું જ નહિ ચીનમાં અનેક કેસ એવા પણ સામે આવ્યા છે જેમાં છોકરીઓના કથિત વર્જિનિટી ટેસ્ટ કરાવવા પર મજબૂર કરવામાં આવ્યા હતા. આજ કારણે છોકરીઓ લગ્ન પહેલા ડરને કારણે હાઇમન સર્જરી કરાવવા મજબૂર થાય છે.

પ્લાસ્ટિક સર્જરીનું ચલણ વધ્યું

એટલું જ નહિ ચીનમાં પ્લાસ્ટિક સર્જરીનું પણ ચલણ વધ્યું છે. અહીંની છોકરીઓ કોસ્મેટિક સર્જરી અંગે લેટેસ્ટ અપડેટ જાને છે. દરેક સ્ક્રોલની સાથે તે આ અંગે કંઈક નવું જાણવાના પ્રયાસ કરે છે. સોશિયલ મીડિયા પર શબ્દ ગેંગમેઇ ઘણો જ ચર્ચિત છે તેનો અર્થ થાય છે અતિસુંદર. ચીનમાં એવા અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. ગેંગમેઇ તેમાંથી જ એક છે, જ્યાં યુઝર્સ પ્લાસ્ટિક સર્જરી જેવા લિપોસક્શન અને નાકની સર્જરી સાથે જોડાયેલ જાણકારી શેર કરવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

દુ:ખદ: એક મહિના પહેલા પત્નીએ દવા પી લીધી, વિરહ સહન ન થતાં પતિએ બે માસૂમ દિકરી સાથે મોતને વ્હાલું કરી લીધું

Pravin Makwana

ગજબ / મુંબઈથી પ્રયાગરાજ જતી ટ્રેનમાં રાખેલી શબપેટીમાંથી મૃતદેહ ગાયબ

Damini Patel

ગુજરાતમાં હજૂ ચાર દિવસ વરસાદની આગાહી: મૌસમનો 72 ટકા વરસાદ વરસ્યો, ૮ સ્ટેટ હાઇવે સહિત ૮૯ માર્ગ હજુ પણ બંધ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!