GSTV

જાડી હોવાના કારણે મંગેતરે સગાઈ તોડી, બાદમાં યુવતીએ જે કરી બતાવ્યું તે જોઈ સૌ કોઈ ચોંકી ગયા

લગભગ ત્રણ વર્ષ પહેલા જેન એટકિન નામની યુવતીને તેના મંગેતરે મોટાપાના કારણે સંબંધ તોડી નાખ્યો હતો. તેના મંગેતરનું કહેવું હતું કે, તે બહુ વધારે પડતુ જંક ફૂડ ખાય છે, જેના કારણે તે મોટી થઈ ગઈ છે. જેના કારણે તેના મંગેતરે જેન સાથેના તમામ સંબંધો કાપી નાખ્યા હતા. પણ જેન આ બાબતને લઈ જરાં પણ ઉદાસ થઈ નહીં અને બાદમાં તેણે જે કરી બતાવ્યું તે, જોઈ સૌ કોઈ હેરાન રહી ગયા.

પૂર્વ મંગેતરને ભાન થયું

હકીકતમાં જોઈએ તો, બ્રેક અપ બાદ જેન એટકિનની જીંદગી પર તેના મંગેતરની વાતની બહુ મોટી અસર થઈ. તે ભલે ક્યાંકને ક્યાંક પોતાની જાતને હતાશ માનતી હોય, પણ તેનો વિશ્વાસ તૂટ્યો નહોતો, ઈરાદો મજબૂત હતો. ત્યાર બાદ તેણે પોતાની જાતને સાબિત કરવાનું વિચાર્યું. તેના આ નિર્ણયથી તેની જિંદગી તો બદલાઈ ગઈ પણ તેના પૂર્વ મંગેતરને પણ પરચો બતાવી દીધો. અનેક લોકોએ તેને ‘અલ્ટિમેટ રિવેંજ’ નામ પણ આપ્યું છે.

મિસ ગ્રેટ બ્રિટેનનો ખિતાબ જીત્યો

રિલેશનશિપ ખતમ થયા બાદ જેને પોતાના ફિગરને મેંટેન કરવા માટે ખૂબ મહેનત કરી, તેણે ટૂંક સમયમાં જ પોતાની જાતને ફિટ બનાવી. એટલું જ નહીં તેણે સૌદર્ય કોન્ટેસ્ટમાં પણ ભાગ લીધો અને મિસ ગ્રેટ બ્રિટેનનો ખિતાબ પણ જીત્યો. આપને જણાવી દઈએ કે, એવિએશન એડમિનિસ્ટ્રેટરનું કામ કરતી 26 વર્ષિય જેન ઉલ્સવીમાં રહે છે. બ્રેક અપ બાદ જેન હેલ્દી ખાવાના સાથે સાથે પોતાના ફિટનેસનું પણ પુરેપુરૂ ધ્યાન રાખવા લાગી.

Miss Scunthorpe ખિતાબ જીત્યો

તેણે બરાબરની મહેનત કરી પોતાની જાતને બે વર્ષમાં જ સાબિત કરી બતાવી. જેને સૌથી પહેલા Miss Scunthorpeનો ખિતાબ પોતાના નામે કર્યો. ત્યાર બાદ તેણે વર્ષ 2018માં મિસ ઈંગ્લેન્ડની હરિફાઈમાં ભાગ લીધો. વર્ષ 2018માં મિસ ઈંગ્લેન્ડ હરિફાઈમાં તેના નસીબે સાથ ન આપ્યો અને ત્યાં તે રનર અપ રહી. ત્યાર બાદે જેને થોડો બ્રેક લીધો અને ફરી વાર મહેનત શરૂ કરી. બાદમાં તેણે 75મી મિસ ગ્રેટ બ્રિટેન હરિફાઈમાં ભાગી લીધો અને આ ખિતાબ પણ પોતાના નામે કર્યો.

READ ALSO

Related posts

પ્રિન્સ હેરી-મર્કેલ કેનાડાથી US શિફ્ટ થયાં, શાહી યુગલનો સુરક્ષા ખર્ચ અમેરિકા નહી ઉઠાવે : પ્રમુખ ટ્રંપ

pratik shah

Coronaનો ડર : એક, બે નહીં ચાર વાર કરાયો રિપોર્ટ , રિઝલ્ટ એક જ કોરોના પોઝિટીવ

Bansari

અમદાવાદમાં ધાબા પર એકઠા થયેલાં શખ્સો સામે ગુનો દાખલ

Karan
Do NOT follow this link or you will be banned from the site!