GSTV
Home » News » અહીં યુવતીઓને જબરજસ્તી ગર્ભવતી કરાય છે, આ છે વેદનાભરી કહાની

અહીં યુવતીઓને જબરજસ્તી ગર્ભવતી કરાય છે, આ છે વેદનાભરી કહાની

દુનિયામાં એવા કેટલાય કામ છે, જે ગેરકાયદેસર છે. આ ગેરકાયદેસર કામ કાયદાથી બચીને કરવામાં આવે છે, પરંતુ અહીં અમે તમને જે વિશે જણાવવા જઈ રહ્યા છે તે ખુલ્લેઆમ કરવામાં આવે છે, જ્યારે વિશ્વની નજરમાં આ મહા અપરાધ છે. આવા અપમાનજનક કામ કોઈ કરી શકે પણ નહીં. ખરેખર, અહીં યુવતીઓને જબરજસ્તીથી મુરઘીઓની જેમ ગર્ભવતી બનાવવામાં આવે છે. આ કહાની રૂવાડા ઉભા કરી નાખે તેવી છે. અહીં નાની ઉંમરની યુવતીઓ સાથે પ્રાણીઓથી પણ ખરાબ વ્યવહાર કરવામાં આવે છે.

આ ખરાબ કૃત્યને નાઈજીરિયામાં અંજામ અપાય છે. નાઈજીરિયામાં આ લોકોના નિશાને નાની ઉંમરની કિશોરીઓ હોય છે. અહીં પૉલ્ટ્રી ફૉર્મની મુરઘીઓની જેમ 13 થી 18 વર્ષની આ યુવતીઓને જબરજસ્તી ગર્ભવતી બનાવી બાળકોને જન્મ આપવા માટે મજબૂર કરવામાં આવે છે. તમે વિચારી રહ્યાં હશો કે આખરે તેની પાછળ શું કારણ છે?

ખરેખર, નાઈજીરિયામાં હવે આ એક ગોરખધંધો બની ગયો છે. અહીં નાની ઉંમરની યુવતીઓ બાળકને જન્મ આપે છે અને પછી જેમની પાસે બાળક હોતા નથી તેમને વેચી દેવામાં આવે છે. અહીં જણાવવાનું કે નાઈજીરિયામાં આ ગોરખંધધાના કામને ‘બેબી ફાર્મિગ’ કહેવામાં આવે છે. એટલું જ નહીં, જ્યારે કિશોરીઓ ગર્ભવતી થાય છે ત્યારે કિશોરીઓને બંદૂકના ડર હેઠળ રાખવામાં આવે છે. આ ગોરખધંધો અનાથ આશ્રમ અને હોસ્પિટલોમાં કેદ યુવતીઓ સાથે કરવામાં આવે છે.

આ ધંધામાં શેતાન મગજવાળા નરાધમો એવી યુવતીઓને પોતાની જાળમાં ફસાવે છે, જે ગરીબ હોય છે અને મજબૂરીમાં આ કામ કરવા માટે રાજી થાય છે. આ યુવતીઓ સાથે  બધુ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે નાઈજીરિયામાં ગર્ભપાત કરાવવુ ગેરકાયદેસર છે. તેથી ત્યાં યુવતીઓ ગર્ભપાત કરાવવા જતી નથી. આ વાતનો ફાયદો ઉઠાવીને બેબી ફાર્મિગનું કામ કરવામાં આવે છે.

જો બાળક છોકરો હોય તો તેને વેચીને 5 હજાર ડૉલર મળે છે, જ્યારે બાળક છોકરી હોય તો તેની કિંમત 4 હજાર નક્કી થાય છે. મીડિયા રિપોર્ટ મુજબ, આ કાળુ સત્ય વર્ષ 2015માં જ ઉજાગર થયુ હતું, ત્યારબાદ અહીં અનાથ આશ્રમ અને હોસ્પિટલોમાં રખાતી યુવતીઓ તરફ વિશ્વનું ધ્યાન ગયું.

Related posts

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને નહી, આ દેશને આપી ગંભીર ચેતવણી

Path Shah

અમદાવાદ: જાણીતી બ્રાન્ડની બોટલોમાં સસ્તો દારૂ ભરીને વેચવાનુ કૌભાંડ ઝડપાયું

Riyaz Parmar

WC-2019 AFG VS BAN:અફઘાનિસ્તાન સામે બાંગ્લાદેશની જીત, સેમી-ફાઈનલની આશા જીવંત

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!