જ્યારે કોઈ છોકરો કોઈ છોકરીને પસંદ કરે છે ત્યારે તે તેને ઈપ્રેસ કરવાની કોશિશ કરે છે અને કેટલાક એવા સંકેત પણ આપે છે જેથી વાત છોકરીના દિલ સુધી પહોંચી જાય છે. આ વ્યવહારને તમે તેની ફ્લર્ટિંગ સ્કીલ પણ કહી શકો છો, પરંતુ એવુ નથી કે, ફ્લર્ટ કરવુ માત્ર છોકરાઓને જ આવડે છે. આ મામલે છોકરીઓ પણ કંઈ ઓછી નથી.
નજીક આવવુ
જો કોઈ છોકરી વાચતીચ દરમિયાન છોકરાની નજીક આવે છે તો, એ ઈશારો છે કે, તે તમને પસંદ કરે છે.

પોતાના વાળને સંવારવા
જો કોઈ છોકરી વારંવાર પોતાના વાળ પર હાથ ફેરવે છે અને લટોની સાથે રમ્યા કરે છે કે, પોતાના વાળની માવજત કર્યા રાખે છે તો, સમજી જવુ કે, તે છોકરીને તમે અટ્રેક્ટિવ લાગી રહ્યા છે. તે તમારી સાથે વાત કરવામાં ઈન્ટ્રેસ્ટ લઈ રહી છે.
સમજો આંખોની ભાષા
જ્યારે મહિલાઓ કોઈની સાથે ફ્લર્ટ કરે છે ત્યારે તેણીની આંખો પણ ઘણુ બધુ કહે છે. જો વાત કરતા કરતા કેટલીક વાર સુધી મેળવ્યા બાદ તે પોતાની પલકોને ઝુકાવી લેતી હોય છે તો આ સિગ્નલ છે કે, તેમના દિલમાં તમારા માટે કંઈક ખાસ છે.
નથી છુપાતું સ્મિત
જ્યારે છોકરી કોઈની સાથે ફ્લર્ટ કરે છો અને તેને પસંદ કરે છે, ત્યારે તે શખ્સની સામે સામે આવે ત્યારે તે પોતાનું સ્મિત છુપાવવામાં અસમર્થ હોય છે. દરેક વખતે જ્યારે તમે તેમને આવો ત્યારે, તેમના ચહેરા પર આવતું સ્મિત બધું જ કહે છે.
પોતાના કપડા ઠીક કરવા
જો કોઈ છોકરી કોઈને પસંદ કરે છે, તો તેને પ્રભાવિત કરવાની કોઈ તક ગુમાવવા માંગતી નથી અને તે કોઈ પણ પ્રકારનું જોખમ લેતી નથી. જો તેણી તમારી સામે આવે ત્યારે તેના કપડાને ઠીક કરવાનું શરૂ કરે છે, તો સમજો કે તે તમને પસંદ કરે છે.
સ્પર્શનો અહેસાસ
જો કોઈ ભૂલ અથવા જાણીજોઈને છોકરી તમારા હાથ અથવા ખભા પર હાથ રાખી દેતી હોય છે તો આ સીધો સંકેત છે કે, તે તમને પસંદ કરે છે.
વાતોથી રીઝવવાનું જાણે છે
જે મહિલાઓ ફ્લર્ટિંગમાં નિષ્ણાંત છે તે પણ તેમના અવાજનો સારો ઉપયોગ કરે છે. તેણીના અવાજને એવી રીતે મોડ્યુલેટ કરે છે કે તેનાથી આકર્ષણ વધે છે.
READ ALSO
- સીરમ ઈન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલાએ કરી જાહેરાત, આગની દુર્ઘટનામાં મૃત્યુ પામનારા 5 મજૂરોના પરિવારને આપશે 25 લાખ
- દેશના જવાનો માટે આવી ગયા છે Hi Tech શૂઝ, જે દુશ્મનો પર બાજ નજર રાખવા સહિત ફાયરિંગ પણ કરી શકશે
- સિરાજે કર્યો ખુલાસો, સિડની ટેસ્ટમાં વંશીય ટિપ્પણી બાદ અમ્પાયર્સે તેને કહી હતી આ વાત…
- મોતનો ખેલ/ અહીં કબડ્ડીની રિંગમાં શ્વાસ રોકાતા ખેલાડીનું થયું મોત, મેદાન પર જ ઢળી પડ્યો
- ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેન કરશે કમબેક, એક તસવીરે આપ્યો આ સંકેત….