GSTV

ગર્લફ્રેન્ડનું કહ્યું માનીને ભરાઈ ગયો આ વ્યક્તિ, થયા આવા હાલ કે દાજી ગયો આખો ચહેરો

ગર્લફ્રેન્ડ

ઘણા લોકોને ઓછી ઉંમરમાં જ સફેદ વાળ આવવા લાગે છે. આ સફેદ વાળ જવાન લોકો પર ખૂબ ખરાબ લાગે છે. એવામાં લોકો દાઢીના સફેદ વાળોને પણ કાળા કરવા માટે બજારમાં મળતી ડાઈનો ઉપયોગ કરે છે. પરંતુ ઘણી વખત તેનો ઉપયોગ નુકશાનકારક પણ હોઈ શકે છે.

દાઢી-મુછ કાળી કરવી મોંઘી પડી

આવા જ કંઈક 21 વર્ષના Marno Bothaની સાથે થયું છે. તેણે પોતાની દાઢી-મુછ કાળી કરવી મોંઘી પડી છે. એક રિપોર્ટ અનુસાર, 21 વર્ષીય Marno Bothaની દાઢી-મુછ થોડી સફેદ થઈ ગઈ હતી. ત્યાર બાદ તેણે પોતાની ગર્લફ્રેન્ડ Caitlynn Van Heckeની જીદ પર તેને કાળી કરવાનો નિર્ણય કર્યો.

ચહેરા પર કેમિકલ બર્ન થઈ ગયું

દાઢી-મુઢોને કાળી કરવા માટે Marno Bothaએ ડાઈ લગાવી, પરંતુ તેણે ડાઈને લાંબા સમય સુધી ચહેરા પર લગાવી રાખી. તેના કારણે ચહેરા પર કેમિકલ બર્ન થઈ ગયું અને તેના ચહેરા પર એલર્જી થઈ ગઈ. કેમિકલના કારણે તેની ડાઢી, ગળુ અને ઉપરનો હોઠ લાલ થઈને સુજી ગયો. ત્યાર બાદ તેણે ડોક્ટરને બતાવવું પડ્યું.

સાજા થવામાં લાગ્યો એક મહિનાનો સમય

દક્ષિણ આફ્રીકામાં રહેતા Marno Bothaએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે આ ઘટના મેની છે. તેણે બપોરે દાઢીમાં ડાઈ કરી અને તે સવારે 3 વાગ્યે જાગ્યો. ચહેરા પર ખુબ ખંજવાળ આવી રહી હતી તો તેણે શેવ કરવાનો નિર્ણય કર્યો તેણે જણાવ્યું કે ત્યાર બાદ તેનો આખો ચહેરો ખરાબ થઈ ગયો. તેણે જણાવ્યું કે તેને સરખો થવામાં આખો એક મહિને થઈ ગયો.

Read Also

Related posts

તૈયાર રહેજો ખિસ્સા થવાના છે ખાલી: એક દિવસ પણ કાઢી ન શકો, એવી તમામ વસ્તુના ભાવ વધ્યા, આ રહ્યું લિસ્ટ

Pravin Makwana

પાકિસ્તાની જેલથી મુક્ત થઈ ભારત પરત આવ્યો ગુજરાતી ભરવાડ, જણાવ્યું- પાડોશી ક્ષત્રુ દેશે કેવો કર્યો વ્યવહાર

Ali Asgar Devjani

દિલ્હી-NCR સહિતના રાજ્યોમાં વરસાદની શક્યતા, હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!