GSTV
Crime India News Trending

ગર્લફ્રેન્ડે રમી લોહિયાળ રમત, પ્રેમમાં દગો આપનાર પ્રેમીને તલવાર વડે જાહેર માર્ગ પર જ રહેંસી નાંખ્યો

આંધ્ર પ્રદેશ રાજ્યમાં એક ચોંકાવનારી ઘટના ઘટી હતી. અહીં એક ગર્લફ્રેન્ડે પોતાના પૂર્વ પ્રેમીની હત્યા કરી હતી જેણે તેને દગો આપ્યો હતો. આ ઘટના રાજ્યના પશ્ચિમ ગોદાવરીના કોવૂર વિસ્તારની છે જ્યાં યુવતીએ જાહેરમાં જ પ્રેમીને તલવાર વડે મોતને ઘાટ ઉતાર્યો હતો. આ હત્યા જીલ્લાના કોવ્વુર ક્ષેત્રના કપાવારામ અને ધર્માવરમ ગામની વચ્ચે આવેલા એક વ્યસ્ત રોડ પર સોમવાર સાંજે કરવામા આવી હતી.

હત્યા કરી ભાગી નહીં યુવતી, સરન્ડર કર્યું

સોમવાર સાંજના સમયે લોકો જ્યારે ઓફિસથી પોતાના ઘરે જઈ રહ્યાં હતા, એવામાં યુવતી દ્વારા જાહેરમાં કરવામા આવેલી હત્યાને પગલે ત્યાં ભીડ જામી હતી. યુવતીએ બાઈક પર નીકળેલા પ્રેમી પર તલવાર વડે હુમલો કર્યો હતો. આ સમયે યુવતીને એક હાથમાં તલવાર અને બીજા હાથમાં ફોન રાખી વાત કરતા જોવામાં આવી હતી. પ્રેમીની હત્યા બાદ યુવતી ભાગી નહીં અને પોલીસ આવતા જ સૌની સામે સરન્ડર કર્યું હતું. મૃતકની ઓળખ 22 વર્ષીય ટાટાજી નાયડૂ તરીકે થઈ હતી. તે થડેપલ્લીગુડેમનો રહેવાસી છે. જ્યારે યુવતી 21 વર્ષીય પાવની જે મલાકાપલ્લી ગામની રહેવાસી છે.

લિવ ઈનમાં રહી ચૂક્યા છે મૃતક યુવક અને આરોપી યુવતી

પશ્ચિમ ગોદાવરીના એસપી કે. નારાયણ નાઈકે જણાવ્યું કે, યુવક અને યુવતી બંને ઈન્ટર મિડિએટ સ્કૂલના દિવસોથી રિલેશનશિપમાં હતા અને તેઓ લિવ ઈનમાં પણ રહી ચૂક્યા હતા. તાજેતરમાં જ યુવકે યુવતીને નજરઅંદાજ કરવાનું શરૂઆત કરી હતી અને તે લગ્ન કરવા પણ તૈયાર નહોતો. મૃતક યુવક યુવતીને પૈસા માટે પણ હેરાન કરતો રહેતો હતો. આ ત્રાસથી કંટાળેલી યુવતીએ પોતાના પ્રેમીની હત્યાની યોજના બનાવી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી યુવતીને કસ્ટડીમાં લીધી હતી. આ મામલે ફરિયાદ નોંધ્યા બાદ આગળની તપાસ કરવામા આવી રહી છે.

READ ALSO

Related posts

સાઉથની વધુ એક ફિલ્મનો બોક્સ ઓફિસ પર તરખાટ, ‘પોન્નિયિન સેલ્વન’નુ બે દિવસનુ કલેક્શન 150 કરોડ

GSTV Web Desk

Ind Vs SA / ભારતે બીજી મેચમાં પણ આફ્રિકાને ચટાડી ધૂળ, ટી-20 સીરીઝ પર જમાવ્યો કબ્જો

Hardik Hingu

ભારત જોડો યાત્રા / ભારે વરસાદ વચ્ચે પણ રાહુલ ગાંધીનું ભાષણ જારી, અમને કોઈ નહીં રોકી શકે

Hardik Hingu
GSTV