GSTV

ઓ બાપ રે… પ્રેમીને ધંધામાં ખોટ જતાં 10 વર્ષની પ્રેમિકાએ કહ્યું મારા ઘરમાં લાખોના દાગીના છે ચોરી કરી જા

પ્રેમી

Last Updated on July 9, 2020 by Arohi

નવાપુરા વિસ્તારમાં જૂન મહિનામાં પ્રથમ સપ્તાહમાં થયેલી ૧૬.૨૫ લાખની ચોરીના ગુનામાં સંડોવાયેલા રાજસ્થાનના બે ચોરને નવાપુરા પોલીસે ઝડપી પાડી ૧૫.૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. નવાપુરા વિસ્તારમાં એક ઘરમાંથી ચોર ટોળકી ૩૫ તોલાના સોનાના દાગીના અને રોકડા ૩૦ હજાર મળીને કુલ રૂપિયા ૧૬.૨૫ લાખની મત્તા ચોરી ગઈ હતી. જે અંગે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો.

ધંધામાં ખોટ જતાં તેને પ્રેમિકા પાસે મદદ માંગી

આ કેસની તપાસ દરમિયાન એવી વિગતો પ્રકાશમાં આવી હતી કે મકાન માલિકની ૧૦ વર્ષની પુત્રીને રાજસ્થાનના ઝાલોર જિલ્લાના સાંચોર ટાઉનમાં નહેરૂ કોલોનીમાં રહેતા સમુદરસીંગ ઉર્ફે કુવર મદનસીંગ રાવ (ઉ.વ.૨૩) સાથે પ્રેમસબંધ હતો અને સમુંદરને ધંધામાં ખોટ જતાં તેને પ્રેમિકા પાસે મદદ માંગી હતી. જેથી પ્રેમિકાએ  જ ટીપ આપી હતી કે મારા ઘરમાં સોનાના દાગીના છે.

પ્રેમી

ઘરમાંથી કરી 16.25 લાખની ચોરી

આરોપી સમુંદરસીંગ પ્રેમિકાના ઘેર આવતો જતો હોઈ તેણે સિફતપૂર્વક પ્રેમિકાના ઘરમાંથી જ સોનાના ૩૫ તોલાના દાગીના અને રોકડા ૩૦ હજાર રૃપિયા મળી ૧૬.૨૫ લાખની ચોરી કરી હતી. પોલીસે સમુંદરસીંગના મોબાઈલ લોકેશનના આધારે તેને ઝડપી લીધો હતો. અને ત્યારબાદ સમુંદરને ચોરી કરવામાં મદદ કરનાર આરોપી પ્રમોદ લક્ષ્મીનારાયણ સોની (રહે. બાડમેર , રાજસ્થાન)ની પણ ધરપકડ કરી છે. ચોરીની ટીપ આપનાર સગીર વયની કિશોરી સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Read Also

Related posts

અત્યાધુનિક ટેકનોલોજી: ગુજરાતની 13 લાખ હેક્ટર ખારી જમીનમાં વિવિધ પાક લઇ શકાય તેવી ફોર્મ્યુલાની શોધ

pratik shah

‘વર્લ્ડ હેરિટેજ સિટી’માં જર્જરિત મકાનો બન્યા મોતના કૂવા, છેલ્લાં 18 માસમાં 75 ઘર ધરાશાયી અને 12 મોત

Dhruv Brahmbhatt

કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ સુરતની મુલાકાતે, ઓરિસ્સામાં વાવાઝોડાની આગાહી અંગે આપ્યું મોટું નિવેદન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!