GSTV

બોયફ્રેન્ડને દેવું થઈ જતાં ગર્લફ્રેન્ડે લખ્યા 5 લાખની ખંડણી ઉઘરાવવા ધમકીભર્યા પત્રો, એસિડ છાંટવાની આપી ચીમકી

 વડોદરા તા,19,જાન્યુઆરી,2020,રવિવાર

પાંચ લાખ રૂપિયાની ખંડણી નહી આપો તો તમારી છોકરીઓ પર એસિડ ફેંકીશ તેવા ધમકીભર્યા પત્રો લખીને એક વેપારીને ડરાવવાના કેસમાં સંડોવાયેલા યુવતીની મકરપુરા પોલીસે ધરપકડ કરી છે.

આ અંગેની વિગત એવી છે કે મકરપુરા એરફોર્સ સ્ટેશનની પાસે નંદનધામ સોસાયટીમાં રહેતાં વસંત પટેલના મકાનમાં અગાઉ ભાડે રહેતા મહોમ્મદસમીમ અરવરભાઇ મનસુરીના ધંધામાં દેવું વધી જતા કોઇકની પાસેથી યેનકેન પ્રકારે પાંચ લાખ રૃપિયા પડાવી લેવા માટે ખતરનાક પ્લાન ઘડયો હતો. મહોમ્મદ સમીમે ગુજરાતમાં ધમકીભર્યા પત્રો લખીને પાંચ લાખ રૂપિયા વસંત પટેલ પાસે માંગ્યા હતાં અને જો રૂપિયા ના આપે તો વસંત પટેલની છોકરીઓ પર એસીડ ફેંકવાની ધમકી આપી હતી.

મકરપુરા પોલીસે વસંત પટેલની ફરિયાદના આધારે મહોમ્મદ સમીમની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન એવી વિગતો જાણવા મળી હતી કે મહોમદ સમીમને ધમકીભર્યા પત્રો ધનશ્રી કુમારભાઇ કટાઉકર નામની યુવતી લખી આપતી હતી. જેથી મકરપુરા પોલીસે ધનશ્રી કટાઉકરની પણ ધરપકડ કરી છે.

ધનશ્રી અને મહોમ્મદ સમીમ અગાઉ એક સાથે નોકરી કરતા હતા. તે દરમિયાન બન્ને વચ્ચે મૈત્રી બધાઇ હતી. મહોમ્મદ સમીમે સ્ટેશનરીનો ધંધો શરૃ કર્યો હતો. પરંતુ આ ધંધામાં તેને ખોટ જતા બંન્નેએ ભેગા મળીને વેપારી વસંત પટેલને ધમકીભર્યા પત્રોથી ડરાવીને તેની પાસેથી લાખો રૃપિયા પડાવવાનું ષડયંત્ર ઘડયું હતું. અને આ માટે ધનશ્રીએ મોહમ્મદ સમીમને ધમકીભર્યા પત્રો લખ્યા હતા.

READ ALSO

Related posts

મેડિકલ ફિલ્ડમાં નિવૃ્ત્ત થતા તમામ કર્મચારીઓનું બે મહિનાનું એક્સટેન્શન, રાજ્ય સરકારનો સૌથી મોટો નિર્ણય

pratik shah

આ દેશે ‘Corona વાયરસ’ શબ્દ પર મૂક્યો પ્રતિબંધ, માસ્ક પણ નહીં પહેરી શકે લોકો!

Bansari

અમેરિકાને કોરોના યુદ્ધ સામે જીતવા બિલ ગેટ્સે આપી સલાહ, આ વસ્તુઓ પર રાખે ખાસ ધ્યાન

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!