GSTV

OMG! પાણીપુરી ખાતા-ખાતા લારીવાળાને દિલ દઈ બેઠી યુવતી, તક જોઈ તેની સાથે થઈ ગઈ ફરાર

ઉત્તરપ્રદેશના મિર્જાપુરમાં એક ખૂબ જ અજીબો ગરીબ મામલો સામે આવ્યો છે. અહીંયા પાણીપુરી ખાવા માટે ગયેલી યુવતીને લારીવાળા સાથે પ્રેમ થઈ ગયો. તમે આ પહેલી વાર સાંભળ્યું જ હશે કે, પાણીપુરી ખાતા-ખાતા મહિલાએ પાણીપુરી વાળાને જ હૃદય આપી બેઠી હતી. આવું જ યુપીના મિર્ઝાપુરના કછવા પોલીસ સ્ટેશનના આદર્શ નગર વિસ્તારમાં થયુ છે.

પાણીપુરીવાળો લારી લગાવે છે

મીડિયા રીપોર્ટ્સ પ્રમાણે, અહીંયા એક પાણીપુરીવાળો લારી લગાવે છે. એક છોકરીએ અહીંયા પાણીપુરી ખાવા ગઈ હતી. આ દરમિયાન પાણીપુરી ખાતા-ખાતા પાણીપુરીવાળા સાથે જ પ્રેમ થઈ ગયો અને બાદમાં તે છોકરી તક જોઈને તેની સાથે જ ભાગી ગઈ હતી.

પાણીપુરીવાળઆને જ પોતાનુ દિલ દઈ બેઠી

જણાવવામાં આવી રહ્યુ છે કે, છોકરી દરરોજ ચાટ અને પાણીપુરી ખાવા તે જ લારી પાસે જતી હતી. તે છોકરી તેની પાણીપુરી ખૂબ જ પસંદ કરતી હતી. છોકરીને પાણીપુરીનો સ્વાદ એટલો ગમી ગયો હતો કે, પાણીપુરીવાળઆને જ પોતાનુ દિલ દઈ બેઠી હતી. આ દરમિયાન પાણીપુરવાળાને પણ છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો. ત્યારબાદ લારીવાળો સગીર કિશોરીને લઈ ફરાર થઈ ગયો.

કછવા પોલીસ સ્ટેશનના પોલીસને જાણ કરી

સમાચાર પ્રમાણે, 28 જુલાઈના રોજ રાત્રે 11 વાગ્યે બંને ઘરેથી ભાગી ગયા હતા. પરંતુ જ્યારે યુવતીના પરિવારને તેની જાણ થઈ તો પહેલા તેમણે સમાજના ડરથી પોલીસમાં રિપોર્ટ નોંધાવ્યો નહીં. જોકે, બાદમાં તેમણે કછવા પોલીસ સ્ટેશનના પોલીસને જાણ કરી હતી. આ કેસની માહિતી મળ્યા બાદ પોલીસ સક્રિય થઈ ગઈ હતી અને બંનેની શોધખોળ શરૂ કરી હતી.

ટ્રેસ કરી બંને પ્રેમીઓને પકડી લીધા

આ વચ્ચે પાણીપુરીવાળાના પરિવારજનોએ ફોન કરીને જણાવ્યું હતું કે, તે તેની પ્રેમિકા સાથે ઝાંસી જઇ રહ્યો હતો. ત્યારબાદ પોલીસે મોબાઈલનું લોકેશન ટ્રેસ કરી બંને પ્રેમીઓને પકડી લીધા હતા. પોલીસે સગીર યુવતીને તેના પરિવારના સભ્યોને સોંપી હતી. જોકે, પરિવારના સભ્યોએ કોઈ ફરિયાદ નોંધાવી નથી.

READ ALSO

Related posts

IPLની શરૂઆત અગાઉ રોહિત શર્માએ કહ્યું – કોની વિરુદ્ધ રમવું વધારે ગમે છે

Mansi Patel

સૌથી વધુ વરસાદ છતા પણ કચ્છમાં ટેન્કર રાજ, ભુજમાં લોકો પાણી માટે મારી રહ્યા છે વલખા

Nilesh Jethva

સરકારે પહેલીવાર કહ્યું આ તારીખે ભારતને મળશે કોરોના વેક્સીન, રશિયા સાથે ચાલી રહી છે ચર્ચા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!