GSTV

હદ છે! પિઝા ન મળ્યાં તો યુવતીએ ટૂંકાવ્યું જીવન, બર્થડેના 2 દિવસ બાદ જ મોતને કર્યુ વ્હાલું

પિઝા

Last Updated on October 14, 2021 by Bansari

ઉત્તર પ્રદેશના લલિતપુર જિલ્લામાં એક ખૂબ જ ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં નર્સિંગની એક વિદ્યાર્થીનીએ માત્ર એટલા માટે પોતાનું જીવન ટૂંકાવ્યું કારણ કે માતાએ તેને પિઝા માટે થોડી વાર રાહ જોવાનું કહ્યું હતું. છોકરીનો જન્મદિવસ બે દિવસ પહેલા ઉજવવામાં આવ્યો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસે મૃતદેહને કબજામાં લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસનું કહેવું છે કે આ કેસમાં તપાસ ચાલી રહી છે.

દીકરીએ માતા પાસે પીઝા ખાવાની માંગણી કરી હતી, માતાએ પિઝા લાવવામાં થોડો વિલંબ કર્યો

મામલો સદર કોતવાલી વિસ્તારનો છે. તાલાબપુરા વિસ્તારમાં રહેતી શિખા સોની (18) પુત્રી મોહનલાલ સોનીએ સોમવારે રાત્રે રૂમમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. શિખાનો મૃતદેહ રૂમમાં પંખા સાથે લટકતો મળી આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે શિખાએ તેની માતા પાસેથી પિઝાની માંગણી કરી હતી. માતાએ પિઝા માટે થોડી રાહ જોવાનું કહ્યું. આનાથી ગુસ્સે થઈને શિખાએ રૂમમાં ફાંસી લગાવી લીધી.

પિઝા

બે દિવસ પહેલા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી

મૃતકના પિતા મોહન લાલે જણાવ્યું કે દીકરીએ નર્સિંગનો કોર્સ લીધો હતો. તે જિલ્લા હોસ્પિટલમાં ત્રણ મહિના સુધી તાલીમ લઈ રહી હતી. તેણે કહ્યું કે સોમવારે સાંજે જ્યારે શિખાએ તેની માતા પાસેથી પિઝા માંગ્યો ત્યારે માતાએ થોડા સમય પછી પિઝા લાવવાની વાત કરી. તેનાથી તે ગુસ્સે થઈ અને તરત જ રૂમમાં ગઈ. જ્યારે તેણીએ થોડો સમય બાદ રૂમમાં જોયું તો તે ફાંસી પર લટકતી હતી. પરિવારે જણાવ્યું કે 10 ઓક્ટોબર શિખાનો જન્મદિવસ હતો. શિખા સિવાય, તેની વધુ બે બહેનો પણ છે. શિખા ઘરમાં સૌથી નાની હતી. પોલીસનું કહેવું છે કે બાળકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. આ મામલાની તપાસ ચાલી રહી છે.

Read Also

Related posts

બૉલીવુડની જાણીતી અભિનેત્રી ફારુખ જાફરનું નિધન, ઉમરાઉ જાનથી કરી હતી એક્ટિંગની શરૂઆત

Damini Patel

પોલીસની દાદાગીરી/ મફતમાં ફ્રૂટ ન આપતા નશામાં ધૂત પોલીસે સગર્ભાના પેટ પર લાત મારી, પોણા ત્રણ વર્ષે પોલીસે ગુનો નોંધ્યો

Pravin Makwana

ધર્માંતરણ કેસ/ ઉત્તર પ્રદેશમાં એટીએસ દ્વારા મોટો ઘટસ્ફોટ, આરોપીઓ અલકાયદાના સંપર્કમાં હોવાના પુરાવા મળ્યા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!