GSTV
Home » News » વેલેન્ટાઈનના દિવસે સ્કૂલની વિદ્યાર્થિનીઓને લેવડાવાયા સોગંધ : ક્યારેય પ્રેમ નહીં કરે, ભાજપે જ ઉઠાવ્યો વાંધો

વેલેન્ટાઈનના દિવસે સ્કૂલની વિદ્યાર્થિનીઓને લેવડાવાયા સોગંધ : ક્યારેય પ્રેમ નહીં કરે, ભાજપે જ ઉઠાવ્યો વાંધો

મહારાષ્ટ્ર ભાજપના નેતા પંકજા મુંડે એ અમરાવતીની એક સ્કૂલમાં વિદ્યાર્થિનીઓ દ્વારા પ્રેમ લગ્ન વિરુદ્ધ શપથ લીધા હતા, તેના પર નારાજગી વ્યક્ત કરતા ટ્વીટ કર્યું છે. તેમણે પ્રશ્ન કર્યો હતો કે, ફક્ત છોકરીઓ જ કેમ શપથ લઈ શકે ?

પંકજા મુડેએ ટ્વીટ કર્યું છે કે, હસ્યાસ્પદ !! અજીબ !! અમરાવતીની એક સ્કૂલમાં છોકરીઓએ પ્રેમમાં ન પડવાની અને પ્રેમ લગ્ન નહીં કરવાના શપથ લીધા છે, પણ ફક્ત છોકરીઓ જ કેમ ?

તેમણે લખ્યું છે કે, છોકરીઓની જગ્યાએ એ છોકરાઓને શપથ લેવડાવવા જોઈએ જે, એકતરફી પ્રેમમાં છોકરીઓ પર તેજાબ ફેંકે છે અને તેમને જીવતી સળગાવે છે. તેમણે શપથ લેવા જોઈએ કે, અમે છોકરીઓને ક્યારે ખરાબ નજરે નહીં જોઈએ. તેઓ ક્યારેય પણ આવુ કોઈના સાથે નહીં કરે.

હકીકતમાં જોઈએ તો, પ્રેમ કરનારા લોકો પોતાના પ્રેમની લાગણી વ્યક્ત કરવા માટે વેલેન્ટાઈન ડેને પસંદ કરે છે. પણ મહારાષ્ટ્રના અમરાવતીની એક સ્કૂલમાં વિદ્યાર્થિનીઓએ વેલેન્ટાઈનના અવસર પર અલગ પ્રકારના શપથ લીધા છે. અહીં વિદ્યાર્થિનીઓએ પ્રેમમાં નહીં પડવાની અને પ્રેમ લગ્ન નહીં કરવાના શપથ લીધા છે.

READ ALSO

Related posts

એરઈન્ડિયાને ખરીદવા હવે ગુજરાતી બિઝનેસમેનને રસ : કરોડો રૂપિયાની લગાવશે બોલી

pratik shah

ટ્રમ્પ સાથે ભારત આવેલા આ ભારતીય મહિલા કોણ છે? જાણશો તો થશે ગર્વ

Bansari

અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવવામાં આવેલી પાંચ એકર જમીન સ્વીકારશે સુન્ની વકફ બોર્ડ, સાથે હોસ્પિટલ અને લાઈબ્રેરી પણ બનાવશે

Arohi
Do NOT follow this link or you will be banned from the site!