GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

સંતાકૂકડી રમતા-રમતા વૉશિંગ મશીનમાં ફસાઇ ગઇ યુવતી, બહાર કાઢતાં રેસ્ક્યૂ ટીમની આંખે પાણી આવી ગયાં

વૉશિંગ મશીન

કોરોનાના કારમએ લોકડાઉન થયા બાદ લોકો ઘરોમાં જ ટાઇમપાસ કરવાના નવા નવા તુક્કા શોધી રહ્યાં છે. કેટલાંક લોકો વર્કઆઉટ કરીને ટાઇમ પસાર કરી રહ્યાં છે, કોઇ તો જાણે કે માસ્ટર શેફ બની ગયું છે. તો કેટલાંક ધુરંધરો નવા નવા કારનામા કરવામાં લાગ્યાં છે. આ વચ્ચે જ ખબર આવી છે કે અમેરિકાના વર્જિનિયાથી. અહીં લોકો ઘરમાં સંતાકુકડી રમી રહ્યાં હતાં. આ વચ્ચે એક યુવતી વૉશિંગ મશીનમાં જઇને છુપાઇ ગઇ…પછી શું હતું…તે અંદર જ ફસાઇ ગઇ…

આ યુવતીનું નામ છે Amzri Dancy. તેની ઉંમર 18 વર્ષની છે. હકીકતમાં તે પોતાના ભાઇ-બહેનો સાથે સંતાકુકડી રમી રહી હતી. આ વચ્ચે તે વૉશિંગ મશીનમાં જઇનું છુપાઇ ગઇ. પછી જ્યારે તેને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો, તો તે બહાર ન આવી શકી. તે ફસાઇ ગઇ.

પ્રિન્સ વિલિયમ કાઉન્ટી ફાયર અને રેસ્ક્યૂ ટીમ ઘટના સ્થળે પહોંચી. તેમણે સ્થિતિની સમીક્ષા કરીને ડેંસીને બહાર કાઢી. ડેંસીએ જણાવ્યું કે, મને ખૂબ જ ચિંતા થઇ ગઇ હતી. મને થયું કે ખબર નહી હું બહાર નીકળી શકીશ કે નહી. શું આ લોકો મને બચાવી શકશે. પરંતુ રેસ્ક્યૂ ટીમે મને મશીનની બહાર કાઢી લીધી. આ ખૂબ જ ભયાનક ક્ષણ હતી. હું ગમેતેમ કરીને તેની બહાર આવવા માગતી હતી.

સાથે જ ડેંસીની આંટીએ જણાવ્યું કે તે સામાન્ય રીતે બાળકો સાથે રમતી નથી. કોણ જાણે આવુ કેવી રીતે બન્યુ, તેણે કહ્યુ કે, બાળકો તો બાળકો જ રહેવાના છે. મને લાગે છે કે હવે જલ્દી સ્કૂલ ખુલી જવી જોઇએ.

Read Also

Related posts

આ માર્કેટ યાર્ડમાં ૧૫ હજાર ડુંગળીની બોરી પલળી જતા લાખોનું નુકસાન

Nilesh Jethva

રાજ્યના ખેડૂતો માટે મહત્વની જાહેરાત, ખરીફ સિઝન માટે આ તારીખથી મળશે નર્મદાનું પાણી

Nilesh Jethva

તમારું આધારકાર્ડ બનાવટી છે કે નહીં તે આ રીતે શોધો, કંપનીઓ આ રીતે સાચા-ખોટાની કરે છે ચકાસણી

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!