GSTV
Gujarat Government Advertisement

અડધી રાત્રે ફ્રેંડના રૂમમાં ગઈ છોકરી, 12 મિત્રોએ કર્યો રેપ અને પછી….

Last Updated on July 20, 2019 by

એક 19 વર્ષની છોકરીએ દાવો કર્યો કે જ્યારે તે હોટલમાં મોડી રાત્રે એક છોકરાના રૂમમાં ગઈ ત્યારે અચાનક તેના 11 મીત્રો પહોંચી ગયા અને દરેકે રેપ કર્યો અને ઘટનાનો વીડિયો બનાવ્યો હતો. આ ઘટના સાઈપ્રસનો છે જ્યાં એક બ્રિટિશ છોકરી એક બજટ રિસોર્ટમાં રોકાયેલી હતી.

છોકરીએ સ્વિકાર કર્યું કે તે એક છોકરા સાથે એક રૂમમાં હતી, ત્યારે તેના 11 મિત્રો ત્યાં આવી ગયા અને દરેકે રેપ કર્યો. છોકરીની ફરીયાદ પછી 12 છોકરા પર રેપનો કેસ કર્યો હતો.

દરેક આરોપી છોકરાઓ ઈઝરાયલના રહેવાસી છે. છોકરીએ જણાવ્યું કે છોકરાઓએ તેને ત્યારે છોડી જ્યારે તે બેભાન થઈ ગઈ. છોકરીના શરીર પર કેટલાંક ઈજાના નિશાનો જોવા મળ્યા હતા. આ ઘટના જે હોટલમાં બની તેના સેકન્ડ ફ્લોર પર તે રૂમમાં થઈ હતી જ્યાં એક ઈઝરાયલી છોકરો પોતાના બે મીત્રો સાથે રહેતો હતો.

છોકરીના જણાવ્યા પ્રમાણે રાતના એક વાગ્યા સુધી આરોપી છોકરાઓએ તેનો રેપ કર્યો. છોકરીએ પોલિસને એ જણાવ્યુ કે છોકરા સાથે તે પહેલા પણ સંબંધ બનાવી ચુકી હતી. પોલીસે કહ્યું કે છોકરી હવે નવા હોટલમાં શિફ્ટ થઈ ગઈ છે. છોકરીને કાઉંસિલરની સુવિધા આપવામાં આવી છે. જ્યારે બ્રિટિશ એમ્બેસીએ છોકરી સાથે સંપર્ક કર્યો છે.

પોલિસે ઈઝરાયેલી છોકરાઓને એરેસ્ટ કરવામાં આવ્યા છે. તેમને કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસ છોકરાઓના ડીએનએની તપાસ કરી રહી છે. મીડિયામાં એક છોકરા અને પીડિત છોકરીનું ઈન્સ્ટા મેસેજ પણ પ્રકાશિત કરવામાં આવ્યા હતા.

તપાસ અધિકારીએ જણાવ્યુ કે અમે તેમને દરેક પ્રકારનો સહયોગ કરી રહ્યાં છીએ તે પોતાના ઘરે જવા માટે ફ્રિ છે પરંતુ અમને આશા છે કે તપાસ પૂરી થયા સુધી તે અહીં રોકાશે.

બજટ હોટલમાં રહેનાર એક અન્ય છોકરીએ આરોપ લગાવ્યો કે ઈઝરાયેલી છોકરાઓ પહેલા પણ રૂમમાં ધુસી આવ્યા અને સેક્સની માંગ કરી હતી. એક છોકરીએ જણાવ્યુ કે તે આ હોટલમાં સુરક્ષિત મહેસુસ નથી કરી રહી. રેપ કેસમાં આરોપી બનાવેલા છોકરાઓના વકીલે જણાવ્યુ કે તેમને આશા છે કે આરોપીઓને મુક્ત કરવામાં આવશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સાચવજો/ ત્રીજી લહેરનો ખતરો વધ્યો : 11 રાજ્યોમાં કોરોનાનાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 50 કેસો, ગુજરાતમાં પણ મારી એન્ટ્રી

Pritesh Mehta

ક્રાઇમ બ્રાન્ચે 17 વર્ષે હત્યાની વોન્ટેડ ડિસ્કો યાદવની કરી ધરપકડ, 4 લોકોની ક્રૂરતા પૂર્વક હત્યા કરીને થઈ હતી ફરાર

pratik shah

આ તસ્વીરમાં છે 2 દીપડા પણ લોકોને દેખાય છે માત્ર એક, શું તમને દેખાયો બીજો?

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!