GSTV
Home » News » જોધપુરમાં 4 વર્ષની બાળકી પડી બોરવેલમાં, એસડીઆરએફની ટીમ પહોંચી મદદે

જોધપુરમાં 4 વર્ષની બાળકી પડી બોરવેલમાં, એસડીઆરએફની ટીમ પહોંચી મદદે

જોધપુર જિલ્લાના મેલાણા ગામે સોમવાર સાંજે એક બોરવેલમાં ચાર વર્ષની બાળકી પડી ગઈ છે. બાળકીનો અવાજ બોરવેલમાંથી આવી રહ્યો છે. ઘટનાસ્થળે એસડીઆરએફની ટીમ સહિત મોટી સંખ્યામાં વહીવટી અધિકારીઓ પહોંચ્યા છે. બોરવેલમાં ઑક્સીજન છોડવામાં આવી રહ્યો છે. વહીવટી અધિકારીઓ સેનાની મદદ માંગવાનો વિચાર કરી રહ્યા છે.

માહિતી મુજબ, બોરવેલનો પમ્પ ખરાબ થઈ જતા સોમવારે જ તેને બહાર કાઢવામાં આવ્યો હતો. ખુલ્લા પડેલા બોરવેલ નજીક સીમા નામની બાળકી રમી રહી હતી અને તે અચાનક તેમા પડી ગઈ હતી. પરિવારને ઘટનાની જાણ થતા જ તેઓ ગભારાઈ ગયા હતા અને આસપાસના ગામ લોકો સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યાર બાદ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.

ઘટના સ્થળે પહોચેલા અધિકારીઓએ પરિસ્થિતીનો તાગ મેળવીને એસડીઆરએફની ટીમને બોલાવી હતી. આ બોરવેલ લગભગ ચારસો ફીટ ઊંડો છે. આમાં સીમા કેટલી ઊંડાઈએ ફસાયેલી છે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. તેના રડવાનો અવાજ બહાર શંભળાઈ રહ્યો છે. બૉરવેલમાં બહારથી ઓક્સિજન પહોંચાડવામાં આવી રહ્યો છે જેથી તેને શ્વાસ લેવામાં મુશ્કેલી ના પડે.

READ ALSO

Related posts

અમે તે જ કરીશું, જે રાષ્ટ્રહિતમાં રહેશે: માઇક પોમ્પિયો ભારતનાં પ્રવાસે, અજીત ડોભાલ સાથે કરી ચર્ચા

Riyaz Parmar

BJP નેતા કૈલાશ વિજયવર્ગીયનાં દબંગ MLA પુત્રની ધરપકડ, બેટ વડે કર્યું હતું કારનામું

Riyaz Parmar

રાજ્યસભામાં પ્રધાનમંત્રીએ ખૂબ લાંબુ ભાષણ આપ્યું : કોંગ્રેસ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!