આજકાલ સોશિયલ મીડિયા પર છવાઈ જવા માટે લોકો નવા નવા અખતરા કરતા હોય છે. જેના કારણે ઘણી વખત હસવામાંથી ખસવાના પણ અનેક કિસ્સાઓ બનતા હોય છે. આ માટે લોકો સમય અને જીવની પણ જરાયે ચિંતા કરતા નથી. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેને કરાવેલો આ ફોટોશૂટ જોઈને લોકોના જીવ પણ અધ્ધર થઈ જાય છે.
આ અહીં આ તસ્વીરોમાં દેખાતી યુવતીનું નામ છે એમ્રીસ રોઝ, જેની ઉંમર ફક્ત 25 વર્ષની છે.આ યુવતીએ 1640 ફૂટ ઉંચા ઝરણાના કિનારા લટકાઈને તસ્વીરો ખેંચાવી બતી. રોઝે પોતાની આ તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેની આવા પ્રકારની તસ્વીરો જોઈને લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. રોઝનો આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
એક બાજૂ આ પ્રકારની તસ્વીરો જોઈને લોકોના હ્રદયના ધબકારા બંધ થઈ જાય તેવી આ તસ્વીરો છે. ત્યારે આ બાબતે રોઝનું કહેવુ છે કે, તે થ્રિલિંગ કરી રહી છે. એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે જોઈએ તો, તેને ટ્રાવેલિંગનો ખૂબ શોખ છે અને તે કંફર્ટ ઝોનથી બહાર નિકળીને કંઈક હટકે કરવા માગે છે.
READ ALSO
- ખાસ વાંચો / LPG રસોઈ ગેસ સિલિન્ડરને લઈને સરકારે લીધો મહત્વનો નિર્ણય, બદલાયો આ નિયમ
- હાર્દિકનો હાથ છોડી ભાજપમાં ગયેલા પાટીદાર નેતાની પત્ની માટે આવ્યા ખુશીના સમાચાર, અહીંથી મેળવી ભવ્ય જીત
- LIVE: જીત બાદ રૂપાણી ખીલ્યા/ કોંગ્રેસ વિપક્ષને પણ લાયક નહીં એવા છે પરિણામો, રૂપાણીએ કહ્યું ગુજરાતની પ્રજાએ ઉત્સાહથી સફાયો કર્યો
- નગર પાલિકા રિઝલ્ટ/ ભાજપનો જયજયકાર: આ 4 નગરપાલિકાઓમાં જીતી તમામ બેઠકો, ચૂંટણી પરિણામમાં જાણો અત્યાર સુધીની સ્થિતિ
- મોટા સમાચાર/ કોંગ્રેસના અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ આપી દીધું રાજીનામું, ચૂંટણીમાં હારની જવાબદારી સ્વીકારી