ફિલીપાઈન્સમાંથી એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યુવતીએ ઓનલાઈન ખાવાનું ઓર્ડર કર્યુ હતું. જેની ડિલીવરી કરવા માટે એક સાથે 42 ડિલીવરી બોય આ યુવતીના ઘરે પહોંચ્યા હતા. એક ઓર્ડર માટે આટલા લોકો ડિલીવરી કરવા આવતા યુવતી પણ વિચારવા લાગી હતી કે, આવુ કેમ થયું. પણ જ્યારે આખો મામલો સામે આવ્યો તો, ખબર પડી.
એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ફિલીપાઈન્સની સેબૂ સિટીમાં સ્કૂલમાં અભ્યાસ કરનારી એક છોકરીએ બપોરના સમયે ફૂડ એપ દ્વારા ખાવાનું ઓર્ડર કર્યુ હતું. ત્યાર બાદ તે પોતાની દાદી સાથએ ઘર પર ખાવાનુ આવશે તેની રાહ જોઈ રહ્યા હતા. જો કે, ત્યાર બાદ જે થયુ તે, જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
ઓર્ડર કર્યાના થોડા સમયમાં જ ઓ છોકરીની ગલીમાં એક સાથે 42 ડિલીવરી બોય આવી પહોંચ્યા હતા. એક પછી એક ડિલીવરી બોય આવતા કોઈ કંઈ સમજી શક્યા નહોતા કે, આખરે શા માટે બધા એકઠા થઈ રહ્યા છે. જો કે, એકસાથે આટલા ડિલીવરી બોયને જોઈને ત્યાંના એક સ્થાનિક યુવકે ફોટા પાડી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા. જેને જોઈને સૌ કોઈ હેરાન થઈ ગયા હતા.
હકીકતમાં બન્યુ છે એવુ કે, ફૂડ એપ પર ટેકનિકલી કોઈ ખામી સર્જાતા એક સાથે 42 ડિલીવરી બોય ખાવાનું લઈને પહોંચ્યા હતા. એપ બરોબર કામ ન કરતા આ છોકરીએ કરેલા ઓર્ડર અલગ અલગ 42 જગ્યાએ પહોંચી ગયા હતા. જેને લઈને સૌ ડિલીવરી બોય પહોંચ્યા હતા.
READ ALSO
- તૈયાર રહેજો ખિસ્સા થવાના છે ખાલી: એક દિવસ પણ કાઢી ન શકો, એવી તમામ વસ્તુના ભાવ વધ્યા, આ રહ્યું લિસ્ટ
- BIG NEWS : મોદી સરકારનો મોટો નિર્ણય, લાંબા સમયથી જે વિચારણા પર મંથન કરી રહ્યાં હતાં તેના પર આજે લઈ લીધો ફૈંસલો
- પાકિસ્તાની જેલથી મુક્ત થઈ ભારત પરત આવ્યો ગુજરાતી ભરવાડ, જણાવ્યું- પાડોશી ક્ષત્રુ દેશે કેવો કર્યો વ્યવહાર
- દિલ્હી-NCR સહિતના રાજ્યોમાં વરસાદની શક્યતા, હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ
- પુરુષોમાં ઝડપથી વધી રહી છે નપુંસકતાની સમસ્યા, આજે જ આ વસ્તુઓ ખાવાનું છોડી દો…