GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

જે છોકરી 10 કિલોમીટર ચાલીને ભણવા જતી તે એઈમ્સમાં એડમિશન લેનારી જમ્મુ કાશ્મીરની પ્રથમ યુવતી બની

જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લાની એક દીકરીએ ઈતિહાસ રચી દીધો. ધનૌર ગામની ઈરમિમ શમીમે એઇમ્સની પ્રવેશ પાસ કરી ઐતિહાસક ઉંચાઈ પ્રાપ્ત કરી છે. ઈરમિમ શમિમ એઇમ્સમાં એડમિશન લેનારી પહેલી ગુર્જર મહિલા છે. બોર્ડર પાસેના ધનોર ગામમાં રહેતી શમીમે અનેક વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરીને પ્રીમિયર ઈન્સ્ટીટ્યૂટમાં પ્રવેશ કર્યો છે.

ઈમિમ સ્કૂલે જતી ત્યારે દરરોજ 10 કિલોમીટરનું અંતર ચાલીને કાપતી હતી. પછાત સમુદાયની ઈરમિમનો પરિવાર એકદમ સામાન્ય છે, ઈરમિમની માતા આંગણવાડી વર્કર છે ત્યારે તેઓ આર્થિક રીતે પણ એટલા મજબૂત નથી. આવી અનેક વિકટ પરિસ્થિતિઓનો સામનો કરીને ઈરમિમે એઇમ્સમાં એડમિશન મેળવ્યું છે. ત્યારે રાજૌરી જિલ્લાના કલેકટરે એઇમ્સમાં એડમિશન બદલ તેને અભિનંદન આપ્યાં હતા તેમજ એઇમ્સમાં ભણતર દરમિયાન એડમિનિસ્ટ્રેશન દ્વારા જરૂરી તમામ મદદ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

પરિવારે ખુશી વ્યક્ત કરી

શમીમની સફળતા બાદ પરિવારના લોકોએ મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, જીવનમાં કોઈને કોઈ પરેશાનીઓ જરૂર છે. પણ જો આપણે સમસ્યાઓ સામે લડવાનું શીખી લઈએ તો સફળતા અચૂક મળી શકે છે. તો શમીમના કાકા લિયાકત ચૌધરીએ શમીમની સફળતા પર ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, આ કારણે રાજ્યની અન્ય છોકરીઓને પણ પ્રેરણા મળશે.

જિલ્લા પ્રશાસન કરશે મદદ

શમીમની સફળતા બાદ રાજૌરી જિલ્લાના પ્રશાસને તેની શિક્ષાને લઈને સંભવ મદદ કરવાનો ભરોસો વ્યક્ત કર્યો છે. તો બીજી તરફ શમીમે કહ્યું છે કે એઈમ્સ જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં અભ્યાસ કરવા મળશે તેવું તેણે વિચાર્યું પણ નહોતું. શમીમનું કહેવું છે કે હવે તે મેડિકલ સ્ટડિઝ માટે વધારે મહેનત કરશે. જેનાથી તે પોતાના માતા પિતા અને લોકોનું નામ રોશન કરી શકે.

READ ALSO

Related posts

Coronaમાં કપરોકાળ : 82 ટકાએ કહ્યું ખિસ્સામાં પૈસા નથી, આવશે ભયાનક મંદી

Arohi

ગુજરાતમાં કોંગ્રેસમાંથી એક જ સિંહ રાજ્યસભામાં જશે : ભાજપે એક કાંકરે બે પક્ષી માર્યા, કોંગ્રેસમાં યાદવાસ્થળી થશે

Bansari

કોંગ્રેસ માટે કોરોનામાં કપરોકાળ : રાજ્યસભાની ચૂંટણી પડી ભારે, 7 ધારાસભ્યોએ આપ્યા રાજીનામા

Karan
Do NOT follow this link or you will be banned from the site!