સુરતમાં અજીબોગરીબ ઘટના સામે આવી છે. જેમાં એક યુવતીએ સગીરને પ્રેમજાળમાં ફસાવી લગ્નના ખોટા વચનો આપી શારીરિક સંબંધો બાંધ્યા અને રૂપિયા 12 લાખ પડાવી લીધા છે. સગીરને પ્રેમ જાળમાં ફસાવી અડાજણની યુવતીએ સગીર યુવાનનું શારીરિક શોષણ કર્યું છે. આ સાથે કોલેજની ફી અને સરકારી નોકરી મેળવવાના બહાને 12,00,000 રૂપિયા પણ પડાવી લીધા છે. પ્રેમમાં દગાખોરીનો ભોગ બનેલા પીડિતે યુવતી સામે પોલીસ કમિશનરને ફરિયાદ નોંધાવી છે. કતારગામના સગીરને અડાજણની યુવતીએ પ્રેમ જાળમાં ફસાવી શારીરિક શોષણ કર્યાની ઘટના સામે આવી છે.

અડાજણની યુવતીએ કતારગામના સગીરને પ્રેમજાળમાં ફસાવી અમદાવાદ ગાંધીનગરની હોટલમાં લઈ જઈ શરીર સંબંધ બાંધ્યા હોવાનો આરોપ પણ લગાવ્યો છે. રૂપિયા 12,00,000 પડાવી લીધા બાદ દગો કરતાં ભોગ બનનારે ન્યાય માટે પોલીસ સમક્ષ ઘા નાંખી છે.
કતારગામમાં રહેતા 23 વર્ષીય યુવકને વર્ષ 2015માં યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. સમૂહ લગ્નમાં અડાજણની યુવતી સાથે તેની મુલાકાત થઈ હતી. ત્યારબાદ વતનમાં પણ એક સામાજિક પ્રસંગમાં બંનેનો ભેટો થયો હતો. એ સમયે બંને વચ્ચે મોબાઈલ નંબરોની આપ-લે થઈ હતી. સોશિયલ મીડિયા પર બંને વચ્ચે ચેટિંગ શરૂ થયું હતું. ચેટિંગ દરમિયાન દરરોજ બંને વચ્ચે ફોન પર વાતચીત થતી હતી. યુવતીએ ફોન પર જ સગીરને પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો હતો.
યુવતીથી ચાર વર્ષ નાનો હોય સગીરે પ્રેમનો પ્રસ્તાવ અસ્વીકાર કર્યો હતો. યુવતી સગીરને લઈને ઘણી વખત થિયેટરમાં પિક્ચર જોવા માટે પણ ગઈ હતી. થિયેટરમાં પણ સગીર જોડે યુવતીએ બીભત્સ હરકતો કરતી હતી. યુવતીએ લગ્નની વાત કરી સગીરને ગાંધીનગર અને અમદાવાદ બોલાવી હોટલોમાં લઈ જઈ વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. જે બાદ યુવતીએ સગીર સાથે દગો કર્યો હતો. ત્યારબાદ તેણે અન્ય યુવક સાથે લગ્ન કરી લીધા હતા. સગીર આ બાબતે વાત કરવાનું કહેતા તેને
ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.
કોલેજની ફી ભરવાના બહાને અને સરકારી નોકરી મેળવવાના બહાને સગીર પાસેથી ₹12,00,000 પડાવી લીધા હતા. જે પૈસા પરત માંગતા સગીરને ધમકી આપવામાં આવી હતી. માત્ર રૂપિયા પડાવવા સગીર સાથે યુવતી દ્વારા પ્રેમનું નાટક કરી શારીરિક શોષણ કર્યું હતું. જ્યાં શારીરિક શોષણનો ભોગ બનેલા અને ડિપ્રેશનમાં રહેતા યુવકે પોલીસ કમિશનરમાં ફરિયાદ કરી છે. યુવતી વિરુદ્ધ પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધવાની માગ કરી છે. આ સમગ્ર કિસ્સો સુરત શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર
READ ALSO
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો