પ્રેમમાં પડવું ગુનો નથી પરંતુ એક સાથે બે સાથે પ્રેમમાં કેવી રીતે પડી શકાય. એક મ્યાનમાં બે તલવાર ના રહી શકે તેમ. એકજ છોકરી એક સાથે બે છોકરા સાથે અલગ અલગ સમયે પ્રેમના ફાગ ખિલવવાનું ભારે પડી ગયું છે. હકિકતે આસનસોલમાં એક સગીર છોકરી બે છોકરાઓ સાથે પ્રેમમાં પડી હતી જ્યારે એક પ્રેમીએ તેના ઘરે બીજા પ્રેમીને ગોળી મારીને ગંભીર રીતે ઘાયલ કરી દીધો. હકીકતમાં, બુધવારે મોડી સાંજે ગોપાલપુર વિસ્તારના એક ફ્લેટમાં ફાયરિંગને કારણે આ વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. ગોળીઓનો અવાજ સાંભળીને આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. સ્થાનિક લોકોનું કહેવું છે કે યુવતીનું એક સાથે બે છોકરાઓ સાથે અફેર હતું.

માહિતી મળતાની સાથે જ પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. ઘટનાસ્થળે 20 વર્ષનો યુવક લોહીથી લથપથ જમીન પર પડ્યો હતો. તેની પાસે ઉભેલી 13 વર્ષની છોકરી જોરથી ચીસો પાડી રહી હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ ઘટના સમયે યુવતી ઘરે એકલી હતી અને તેનો બોયફ્રેન્ડ અંકિત બર્મન ઘરે આવ્યો હતો.
જ્યારે આ બાબતની જાણકારી છોકરીના બીજા બોયફ્રેન્ડ ઉજ્વલને થઈ તો તે ગુસ્સામાં લાલપીળો થઈ ગયો. લોડેડ પિસ્તોલ લઈને યુવતીના ઘરે પહોંચ્યો. બેનેને એક સાથે જોતાં જ અંકિતને ગોળી મારીને ભાગી ગયો. ગોળી અંકિતના ગાલમાંથી પસાર થઈને તેની ગરદનમાં ફસાઈ ગઈ હતી. અંકિતને ગંભીર હાલતમાં પોલીસ દ્વારા દુર્ગાપુર મિશન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. ડૉક્ટરોનું કહેવું છે કે આવનારા કેટલાક કલાકો નિર્ણાયક છે.
આ ઘટના બાદ સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો હતો. બાળકી અને તેની માતાની ધરપકડની માંગ કરવા લાગ્યા છે. પોલીસે માતા-પુત્રીને કસ્ટડીમાં લઈને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. પોલીસે આરોપી ઉજ્જવલ સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. ઘટના બાદ ઉજ્જવલ ફરાર છે, તેની શોધખોળ ચાલુ છે. પોલીસ ઘટના પાછળનું સાચું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા ઉમેદવારોનો સવાલ, “અમારી મહિનાઓની મહેનતનું શું?”
- પેપરલીક મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ રાજયની ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
- પોલિટિક્સ / મહેબૂબા-ઓમર કોંગ્રેસ સાથે હાથ મિલાવશે!, યાત્રમાં જોડાયા બાદ અટકળો
- સુરત / પાંડેસરામાં ગેસ ગળતરના કારણે 14 વર્ષીય સગીરાનું મોત
- Beauty Tips / ઠંડીની મોસમમાં યોગ્ય મોઈશ્ચરાઈઝર ત્વચાને રાખે મખમલી