GSTV

છોકરી સેલરી લેવા ગઈ તો, નોઇડાના સલૂન માલિકે રૂમમાં ખેંચી લીધી અને જાહેરમાં મારી

તાજેતરમાં જ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ બન્યો છે. આ વિડીયોમાં કેટલાક છોકરાઓ એક છોકરીને બહુ ખરાબ રીતે મારી રહ્યા છે. આસપાસ ભેગી થયેલી ભીડ પણ પહેલાં તો જોતી જ રહી અને જેવા તેઓ રોકવા ગયા ત્યાં સુધીમાં તો છોકરાઓએ છોકરીને લાતો અને દંડાઓથી બહુ મારી લીધી હતી.

તપાસ કરતાં જાણવા મળ્યું કે, 24 વર્ષની આ યુવતી નોઇડાના ભંગેલમાં એક ભાડાના ઘરમાં રહેતી હતી. તેનાં માતા-પિતાનું મૃત્યુ થઈ ચૂક્યું છે. યુવતી છેલ્લા કેટલાક મહિનાઓથી ગ્રેટર નોઇડાની નૉલેજ પાર્કના વીનસ યૂનિસેક્સ સલૂનમાં મેકઅપ આર્ટિસ્ટ તરીકે કામ કરતી હતી. જ્યાં તેનો પગાર મહિનાનો 17 હજાર હતો. છોકરીએ એવો આરોપ મૂક્યો છે કે, સલૂનના માલિકે તેને બે મહિનાથી પગાર નથી આપ્યો, એટલે તેણે 6 મેએ નોકરી છોડી દીધી. 11 મેએ સાંજે લગભગ 5 વાગે તે સલૂનમાં પગાર લેવા ગઈ, એ દરમિયાન મુખ્ય આરોપી સલૂનના માલિક અને તેના ત્રણ સાથીઓએ તેને રૂમમાં અંદર ખેંચી લીધી અને બળાત્કાર કરવાનો પ્રયત્ન કર્યો.

માંડ-માંડ તે ત્યાંથી બચીને ભાગી તો સલૂનનો માલિક તેની પાછળ આવ્યો. છોકરીએ બચવા માટે તેના પર ઈંટ ફેંકી અને પછી જે પણ થયું, તેનો વિડીયો વાયરલ બન્યો. છોકરીને તેના વાળ પકડી જમીન પર પટકી અને ડંડા અને લાતોથી મારી.

આ અંગે છોકરીએ કહ્યું છે કે, મારી સાથે સલૂનમાં જે પણ થયું, એ તમે સીસીટીવી ફૂટેજમાં જોઇ શકો છો. આ બાબતે રવિવારે પીડિતાની ફરિયાદના આધારે આરોપીઓ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો. સોમવારે સવારે સલૂન માલીકની ઓળખ વસીમ રૂપે કરી તેની ધરપકડ કરી લેવામાં આવી છે.

Related posts

કાશ્મીરમાં કોરોના વાયરસથી બીજું મોત, સરવાર દરમ્યાન શખ્સે તોડ્યો દમ

Karan

કોરોના પોઝીટીવ મળ્યો BSF ઓફિસર, 50 જવાનોને કરવામાં આવ્યા કોરોન્ટાઈન

Karan

દેશમાં 15 માર્ચ બાદ કોરોના વાયરસે પકડી રફ્તાર, 13 દિવસમાં જ સામે આવ્યા 900થી વધારે કેસ

Karan
Do NOT follow this link or you will be banned from the site!