GSTV
Trending Videos Viral Videos

‘ઓ બહેન બંધ કર આ બેસુરા ગીત’….છોકરીનો રેપ સાંભળીને લોકોનો ભેજાફ્રાય થયો

ઢિંચેક પૂજા તો તમને યાદ હશે. એ જ છોકરી છે જેને પોતાના અનોખા અવાજથી એક સમયે લોકોના કાનમાંથી લોહિ નીકાળી દિધું હતું. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે લોકોનો ભેજાફ્રાય કરવાની સોપારી હવે કોઇ બીજાએ લીધી છે. આ દિવસોમાં એક રૈપર છોકરીનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં છોકરીના રૈપથી લોકોના દિમાગનો કેમિકલ લોચો થયો છે. છોકરીએ એવું ગીત ગાયું કે સાંભળીને મૂર્તિ પણ પોતાના કાન બંધ કરી નાખે, ન સૂર કે ના તાલ..તેમ છતાં પણ છોકરી ખુબ જ આત્મવિશ્વાસ સાથે રૈપ ગાઇ રહિ છે. હવે લોકોએ પણ કહેવાનુ શરૂ કરી દિધું છે કે,” બસ કર બહેન, હવે શું કાનની સર્જરી કરાવડાવીને જ માનીશ?

રેપ

અનમ અલી નામની આ છોકરીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની યાદમાં એક રેપ તૈયાર કર્યો છે, જેનો વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. પરંતુ તેણે જે રીતે ગીત ગાયું છે, તેને લોકોએ ઢિંચક પૂજાને યાદ કરી છે. એટલું જ નહીં રેપ સાંભળીને કેટલાકના કાનમાંથી લોહી પણ નીકળ્યું હતું. ટ્વીટર પર વીડિયો શેર કરનાર ડૉ. રિચા રાજપૂતે લખ્યું, ‘મારા પિતા ENT સર્જન છે. આ રેપ સાંભળ્યા પછી જો કોઈને કાનમાં કોઈ સમસ્યા હોય તો સંપર્ક કરો.

વીડિયોમાં જોઈ શકાય છે કે અનમ ટેરેસ પર ઉભી છે અને પોતાની સ્ટાઈલમાં ગાવાનો પ્રયાસ કરી રહી છે. ગીતના શબ્દો છે, હા ગાંધી જીવિત છે. અહિંસામાં… દરેક ખોટા સામેની લડાઈમાં, દરેક સત્યની લડાઈમાં. પરંતુ છોકરીએ ગીતને એવી રીતે રેપ કર્યું છે કે કોઈના પણ કાન ખરાબ થઇ જાય. ગીતનો સ્વર તો છોડો, ગીતો પણ વિચિત્ર છે. યુવતીએ પોતાના ગીત દ્વારા બાપુનું સમગ્ર જીવન ચરિત્ર વર્ણવ્યું છે. જો કે સાચું કહું તો આ રેપે લોકોના ભેજાફ્રાય કર્યા છે.અનમના રેપને સાંભળ્યા બાદ યુઝર્સ તેને વિવિધ પ્રકારની સલાહ આપી રહ્યા છે. કેટલાક કહે છે કે તેમને મનોચિકિત્સકને જોવાની જરૂર છે. તે જ સમયે, મોટાભાગના યુઝર્સ તેને અપીલ કરી રહ્યા છે કે આવો રેપ વીડિયો ફરીથી ન બનાવો. લોકોનું કહેવું છે કે તેના બેસુરા અવાજને કારણે એવું લાગે છે કે તેણે ENT ડૉક્ટરની સલાહ લેવી પડશે.

READ ALSO

Related posts

મહારાષ્ટ્રના ચંદ્રપુરના સાગના ઝાડમાંથી બનશે રામ મંદિરના દરવાજા, પૂજા બાદ લાકડાનો જથ્થો અયોધ્યા રવાના

Padma Patel

“સનાતન ધર્મને કોઇ સર્ટિફિકેટની જરૂર નથી”: RSS પ્રમુખ મોહન ભાગવત

Kaushal Pancholi

શું તમે વાંરવાર ધ્રુમપાન કરવા માટે ઓફિસમાં બ્રેક લો છો તો ચેતી જજો, જાપાને સરકારી કર્મચારીને ફટકાર્યો નવ લાખનો દંડ

pratikshah
GSTV