GSTV
Gujarat Government Advertisement

ચેતવણીરૂપ કિસ્સો : સોશિ. મીડિયા પર યુવતીએ ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ ન કરતા યુવકે કર્યું એવું ગંદુ કામ કે પછી….

Last Updated on April 1, 2021 by Dhruv Brahmbhatt

સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનારી યુવતીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર યુવકની ફ્રેન્ડ રિકવેસ્ટ ન સ્વીકારનાર યુવતી અને તેની બહેનના મોર્ફ નગ્ન ફોટા બનાવીને તેને વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી. જે અંગે સાયબર ક્રાઈમે ગુનો નોંધીને બહુચરાજી પાસેથી એક યુવકની ધરપકડ કરી છે.

સાયબર ક્રાઈમની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ સ્મિત ઉર્ફે લાલો અતુલ ભાઈ પટેલ છે. જે મૂળ બહુચરાજીની રાજેશ્વરી સોસાયટીનો વતની છે. આરોપીની ધરપકડ કરવા પાછળનું કારણ એવું હતું કે તેણે બે બહેનોના નગ્ન મોર્ફ ફોટા બનાવી યુવતી પાસે શારીરિક માંગણી કરી હતી અને ધમકી પણ આપી હતી કે જો યુવતી ના કહેશે તો તે તેના ફોટા વાયરલ કરી દેશે. જે માટે પોલીસથી બચવા આરોપીએ બનાવટી ઈન્સ્ટાગ્રામ આઇડી બનાવ્યાં હતાં. જો કે સાયબર ક્રાઈમે તપાસ કરતા આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે.

ઝડપાયેલ આરોપી સ્મિતની પૂછપરછ કરતા સામે આવ્યું કે, આરોપીએ કોલેજ સુધીનો અભ્યાસ કર્યો છે અને છેલ્લાં એક વર્ષથી આઈટીઆઈમાં અભ્યાસ કરી રહ્યો છે, 6 મહિના પહેલાં આરોપીએ યુવતીને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. જેનો અસ્વિકાર કરતા યુવકે આ કૃત્ય કર્યું છે. ત્યારે સાયબર ક્રાઈમ હવે તે વાતની તપાસ કરી રહી છે કે આરોપીએ અન્ય કોઈ યુવતીના મોર્ફ ફોટા બનાવ્યાં છે કે કેમ.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

અમદાવાદ / વિવાદ ના થાય તેના માટે રદ કર્યું ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન? પ્રદિપસિંહ જાડેજા કાપવાના હતા રિબિન

Bansari

ગ્રામ્ય વિસ્તારોમાં ગંભીર સ્થિતિ/ સાવલી CHCમાં કોવિડ સેન્ટર ચાલુ કર્યાના 15 કલાકમાં જ ઓક્સિજન બેડ ફુલ

Bansari

કોરોના સંક્રમણની ચેઇન તોડવા લીધેલાં પગલાં અપૂરતા, જાહેર હિત માટે કોઇ નિર્ણય લે સરકાર: હાઇકોર્ટનો નિર્દેશ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!