GSTV

15 વર્ષે છોકરીએ મેડિકલ ટેસ્ટ કરાવતા થયો ચોંકાવનારો ખુલાસો, તમે પણ હકીકત સાંભળી સ્તબ્ધ થઇ જશો

મહારાષ્ટ્રના સતારા જિલ્લાની એક 15 વર્ષની છોકરીએ પુણેમાં એક ડૉક્ટર પાસે માસિક ધર્મ શરૂ નહીં થતા તેને તપાસ કરાવી. ત્યારે મેડિકલ ટેસ્ટમાં એવું જાણવા મળ્યું કે, તે છોકરી ક્રોમોસોમ (ગુણસૂત્ર) થી પુરૂષ (Male) છે. ડૉક્ટરને તેમાં એક દુર્લભ સ્થિતિ જોવા મળી કે જેને ‘એંડ્રોજન ઇંસેનસિવિટી સિન્ડ્રોમ’ કહેવામાં આવે છે. આ એક એવી સ્થિતિ છે કે જેમાં એક વ્યક્તિ આનુવંશિક રૂપથી પુરૂષ પેદા થાય છે પરંતુ તેમાં એક મહિલાના શારિરિક લક્ષણ હોય છે.

માતા-પિતા તેની બાકીની જિંદગીની ઓળખ છોકરી તરીકે જ રાખવા માંગે છે

હવે એ વાતનો ખ્યાલ આવ્યા બાદ છોકરી અને તેના માતા-પિતા બાકી જિંદગી માટે તેની ઓળખ હવે છોકરીની તરીકે જ રાખવા માંગે છે. સ્ત્રી રોગ નિષ્ણાંત અને એંડોસ્કોપિક સર્જન ડૉ. મનીષ મચાવેએ છોકરીની આ બીમારીને ડાયગ્નોસ કરી છે. તેઓએ જણાવ્યું કે, ‘તેમાં પાર્ટિયલ એઆઇએસ ડાયગ્નોસ થયો છે. એંડ્રોજન એક મેલ સેક્સ હોર્મોન છે. એઆઇએસવાળા વ્યક્તિમાં શરીર પુરૂષ હોર્મોન પ્રત્યે અસંવેદનશીલ થઇ જાય છે. એઆઇએસ પાર્ટિયલ ટાઇપમાં વ્યક્તિમાં મેલ અને ફીમેલના મિક્ષ લક્ષણ હોય છે. આ કેસમાં તેના બ્રેસ્ટ ડેવલપ નથી થયા, વજાઇનલ ડેવલપમેન્ટ અબનોર્મલ છે અને ગર્ભાશય અને અંડાશય પણ નથી.’

સ્ત્રી ઓળખ બનાવી રાખવા સર્જરી કરી

હોસ્પિટલના ડોકટરોની ટીમ હવે તેની સ્ત્રી ઓળખ સાથે જીવવામાં મદદ કરી રહી છે. તાજેતરમાં, તેના ગોનૈડ્સ (વૃષણ) ને દૂર કરવા માટે લેપ્રોસ્કોપી સર્જરી અને સ્તન સર્જરી કરવામાં આવી હતી. ડોકટરોએ તેને હોર્મોનલ ઇન્જેક્શન આપવાની યોજના બનાવી છે, જે પુરુષ લક્ષણોના વિકાસને અટકાવશે.

એક સામાન્ય સ્ત્રી તરીકે જીવન જીવી શકશે

ડૉક્ટરોએ કહ્યું કે, ‘જો તે 18 વર્ષની થઈ જશે તો તે લેપ્રોસ્કોપિક વેજિનોપ્લાસ્ટી કરશે. સર્જરી બાદ તે એક સ્ત્રી તરીકે સામાન્ય જીવન જીવવા માટે સક્ષમ હશે પરંતુ ગર્ભાશય અથવા અંડાશય ન હોવાને કારણે તે ગર્ભધારણ કરવામાં અસમર્થ હશે.’

એઆઈએસ એ આનુવંશિક રીતે વારસાગત સ્થિતિ છે. જો કે, તબીબી સાહિત્યમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, એક લાખ વસ્તી દીઠ આશરે ચાર લોકો તેનાથી પીડાય છે. પરંતુ કલંક અને અન્ય સામાજિક કારણોને લીધે, ખૂબ ઓછાં લોકો તબીબી સહાય માટે આગળ આવે છે.

READ ALSO :

Related posts

મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ: વાશિમની હોસ્ટેલમાં 190 વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટીવ આવતા ખળભળાટ મચ્યો, સરકારી તંત્ર આવ્યું હરકતમાં

pratik shah

કામની વાત/ હેલ્થ ઈન્શ્યોરન્સ લેતા પહેલા સમજી લ્યો વીમા કોન્ટ્રાક્ટની આ વાત, નહીં તો બાદમાં થશે પરેશાની

Sejal Vibhani

ભારતીય અર્થતંત્રના વિકાસમાં ખાનગી બેંકોઓની પણ હશે ભાગીદારી, હવે મળતી થશે સરકારી સેવાઓ સહિતની સુવિધાઓનો લાભ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!