GSTV

કલકત્તામાં કોરોના વાયરસથી યુવતીનું મોત થયાની શંકા, અન્ય રાજ્યો એલર્ટ મોડ પર

Last Updated on January 29, 2020 by Mayur

ગમે તેટલા પગલાંઓ લીધા પછી પણ કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓની સંખ્યા વધતી જાય છે. કલકત્તામાં ભરતી થાઈલેન્ડની એક યુવતીનું મોત થયું છે. આશંકા છે કે તે કોરોના વાયરસથી સંક્રમિત હતી. એરપોર્ટ પર મુસાફરોની તપાસ માટે ટીમની રચના કરવામાં આવી છે અને હોસ્પિટલોમાં વિશેષ જોગવાઈઓ કરવામાં આવી રહી છે.

રાજધાની દિલ્હીમાં RMLમાં ભરતી ત્રણ શંકાસ્પદ દર્દીઓના લોહીના નમુનાની તપાસ માટે પુના સ્થિત રાષ્ટ્રીય વાયરોલોજી સંસ્થા ખાતે મોકલાયા છે. ગાજિયાબાદ તથા દિલ્હીના ત્રણેય કેસના દર્દીઓ ચીનથી આવ્યા હતા. થાઈલેન્ડ નિવાસી 32 વર્ષીય યુવતી નેક્ટોયને ત્રણ દિવસ પહેલા કલકત્તાની એક ખાનગી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી હતી, તેણી કોરોના વાયરસમાં જોવા મળતા લક્ષણોથી પીડિત હતી. જેનું સોમવારે મોત નિપજ્યું હતું. જો કે, તેનું મોત કોરોના વાયરસને કારણે થયું કે નહિં તેની તપાસ ચાલી રહી છે.

એક વિદેશી યુવતીના શંકાસ્પદ મોતને કારણે હવે ભારત સરકાર અને તમામ રાજ્ય એલર્ટ મોડમાં આવી ગયા છે. રાજ્યો દ્વારા તપાસ ટીમ તૈયાર કરાઈ રહી છે. હેલ્પ ડેસ્કની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, હરિયાણામાં 5 શંકાસ્પદ દર્દીઓ, કેરળમાં ચીનથી પરત આવેલા સૌથી વધુ 633 લોકો છે જેમની પણ તપાસ ચાલુ છે. આ સિવાય કેરળના 33 વિદ્યાર્થીઓ વુહાન શહેરમાં ફસાયેલા છે. તમિલનાડુની વાત કરીએ તો ત્યાં ચીનથી આવેલા 8 લોકો પર નજર રાખવામાં આવી રહી છે અને તપાસ ચાલુ છે.

ગુજરાતમાંથી લગભગ 100 જેટલા વિદ્યાર્થીઓ ચીનમાં ફસાયેલા છે અને પરત આવવા માંગે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમને બે-ત્રણ દિવસમાં પરત લાવવાની જોગવાઈ પર કાર્યવાહી ચાલુ હોવાની વાત કરી છે. જો કે, ત્યાં રહેલ કોઈ વિદ્યાર્થી આ વાયરસથી પીડિત નહિં હોવાની વાત જાણવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે અને આ રોગના લક્ષણોમાં શિયાળામાં થતી ખાસી, ઉધરસ, તાવ, શરીર તૂટવા જેવા લક્ષણો છે ત્યારે કહેવું મુશ્કેલ છે કે આ લક્ષણો સામાન્ય છે કે કોરોના વાયરસના છે.

READ ALSO

Related posts

ગુજરાતમાં જુલાઇ મહિના દરમિયાન કોરોનાની ગતિ મંદ પડી, સતત ૧૩ દિવસથી એકપણ મૃત્યુ નહીં

Damini Patel

બેંક ગ્રાહકો માટે મોટા સમાચાર: આજથી ચેકબુક, કૈશ, ટ્રાંજેક્શન સહિતની સર્વિસના ચાર્જમાં થશે વધારો, આ સુવિધા માટે આપવા પડશે રૂપિયા

Pravin Makwana

બધા નમૂના એક જ પાર્ટીમાં ભર્યા છે: ભાજપના એક મંત્રીએ વધતી મોંઘવારી માટે નહેરૂને જવાબદાર ગણાવ્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!