મહારાષ્ટ્રનાં પૂણે નજીક પિંપરી ચિંચવાડની એક 23 વર્ષીય યુવતીની સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું હતું. ઉલ્લેખનીય છે કે આ છોકરીને દાંતની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. પરંતુ વધુ રક્તસ્ત્રાવ થી તેનું મૃત્યુ થયું હતું. ત્યારે યુવતીનાં સંબંધીઓ તેના મૃત્યુના જવાબદાર ત્યાંના ડોકટરોને ગણે છે.
મળતી માહિતી અનુસાર ધનશ્રી જાધવ છેલ્લા કેટલાક મહિનામાં દાંતની પીડાથી પરેશાન હતી. ત્યારે તેની સારવાર પિંપરી ચિંચવાડ વિસ્તારની સ્ટર્લીંગ આયુર્વેદિક હોસ્પિટલ હેઠળ આવેલી ડેન્ટલ હોસ્પિટલમાં ચાલી રહી હતી. ધનશ્રીની શસ્ત્રક્રિયા થવાની હતી એટલે તેને આઠ દિવસ માટે ડેન્ટલ હોસ્પિટલ સ્ટર્લીંગ આયુર્વેદિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
જ્યારે સારવાર દરમિયાન ધનશ્રીના દાંત દૂર કરવામાં આવ્યા હતા ત્યારે તે તડપી ઉઠી હતી. અને સતત થયેલા રક્તસ્રાવને કારણે તેની તબીયત વધારે ખરાબ થઈ અને તે મૃત્યુ પામી હતી. ધનશ્રીની મોત પછી, તેના માતાપિતાએ આ બાબતનો ખૂબ વિરોધ કર્યો. તેમણે નિગરા પોલીસ સ્ટેશનમાં હોસ્પિટલના વહીવટ સામે ફરિયાદ નોંધાવી હતી. તેઓએ આરોપ લગાવ્યો છે કે ડોકટરોની લાપરવાહીના કારણે તેનું મોત થયું હતું.
આ કિસ્સામાં ધનશ્રીનાં મોત પછી પોલીસે હાલમાં એક્સિડેન્ટલ ડેથ કેસ દાખલ કર્યો છે. તપાસ અધિકારી સતીષ પવારનું કહેવું છે કે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ પછી ડોક્ટરો પર કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે ડૉક્ટર દંપતિ ફરાર છે, જેની તપાસ ચાલી રહી છે.
READ ALSO
- PMC કોભાંડ : RBI પ્રતિબંધ મૂકે તે પહેલાં જ અધિકારીઓએ 70 કરોડ ઉપાડી લીધા
- કપડા શું ઉતાર્યા મળવા લાગી ઢગલાબંધ એડલ્ટ ફિલ્મની ઑફર, આ એક્ટ્રેસે કર્યો ચોંકાવનારો ખુલાસો
- ‘રેપથી બચવા મહિલાઓ કોન્ડમ સાથે રાખે અને સહયોગ આપે’ ડિરેક્ટરનું વિવાદાસ્પદ નિવેદન, આ એક્ટ્રેસે ઝાટકી નાંખ્યો
- આકાશમાંથી પત્નીને લેવા ખાબક્યો વરરાજા, એન્ટ્રી જોઈ આખી જાન થઈ ગઈ ભયભીત
- હવે ઘરે બેઠા મળશે ડીઝલ, ભારત પેટ્રોલિયમે શરૂ કરી આ સેવા