GSTV

દિગ્ગજ અભિનેતા અને સાહિત્યકાર ગિરિશ કર્નાડનું 81 વર્ષની વયે નિધન, લાંબા સમયથી હતાં બિમાર

Last Updated on June 10, 2019 by Bansari

જાણીતા કન્નડ સાહિત્યકાર, રંગકર્મી, એક્ટર ગિરિશ કર્નાડનું 81 વર્ષની વયે સોમવારે બેંગલોરમાં નિધન થઇ ગયું. મલ્ટીપલ ઓર્ગન ફેઇલ થવાંના કારણે તેમનું નિધન થયું છે. ગિરિશ કર્નાડ લાંબા સમયથી બિમાર હતાં. પાછલાં કેટલાંક મહિનાથી તેમની સારવાર ચાલી રહી હતી.

ગિરિશ કર્નાડને 1978માં આવેલી ફિલ્મ ભૂમિકા માટે નેશનલ અવોર્ડ મળ્યો હતો. તેમને 1998માં સાહિત્યના પ્રતિષ્ઠીત જ્ઞાનપીઠ અવોર્ડથી નવાજવામાં આવ્યાં હતા. ગિરિશ કર્નાડ એવા અભિનેતા છે જેમણે કમર્શિયલ સિનેમા સાથે સમાનાંતર સિનેમા માટે પણ ઘણુ કામ કર્યુ છે.

લેખક તરીકે વધુ જાણીતા

ગિરીષ કર્નાડને એક અભિનેતા કરતાં એક લેખક તરીકે વધારે ખ્યાતિ મળી હતી. તેમની ઘણી ખરી કૃતિઓ ન માત્ર સ્ટેજ પર ભજવાય પરંતુ  વિવિધ ભાષામાં અનુવાદિત પણ થઈ હતી. તેમની સાહિત્યક કારકિર્દી એટલી લાંબી અને સમૃદ્ધ રહી કે તેમને 1998માં જ્ઞાનપીઠ એર્વોડથી  પણ નવાજવામાં આવ્યા હતા. તેમણે મુખ્યત્વે ઐતિહાસિક નાટકો લખ્યા હતા. જેમાં યયાતિ, તુઘલક, હયવદન, અંજુ મલ્લિગે, અગ્નિમતુ  માલે, નાગમંડલ, અગ્નિ અને બરખા જેવી તેમની પ્રસિદ્ધ કૃતિઓ છે. તેમણે મોસ્ટ ઓફ કન્નડ ભાષામાં પોતાની રચનાઓ લખી હતી.

પશ્ચિમી  સાહિત્યના પ્રભાવ હેઠળ રહેલા ગિરીષ કર્નાડે પોતાની કૃતિઓમાં ઐતિહાસિક ઘટનાઓનો ઉપયોગ કર્યો હતો. જેણે તેમની લેખકિય કારકિર્દીને  ઉજ્જવળ બનાવી હતી. મોટાભાગે તેમના સાહિત્યમાં આધુનિકતાની અસર રહી હતી. જેણે કન્નડ સાહિત્યને નવી દિશા આપવાનું કાર્ય કર્યું હતું.   ખાસ તો તેઓ અન્ય સાહિત્યકારોની કૃતિઓ પર બનતી ટેલીશ્રેણીઓમાં અભિનય કરવા માટે પણ યાદ કરવા રહ્યા. જેમણે માલગુડી ડેઈઝમાં  સ્વામીનાથનના પિતાનો રોલ પ્લે કર્યો હતો.

બહુમુખ પ્રતિભાના ધની ગિરિશ કર્નાડ

ગિરિશ કર્નાડ બહુમુખી પ્રતિભાના ધની હતા. 1960ના દશકમાં નાટકોના લેખનથી કર્નાડને લોકો ઓળખવા લાગ્યા. કન્નડ નાટક લેખનમાં ગિરિશ કર્નાડની તે જ ભૂમિકા રહી જે બંગાળમાં બાદલ સરકાર, મરાઠીમાં વિજય તેંડુલકર અને હિન્દીમાં મોહન રાકેશ જેવા દિગ્ગજ નાટ્યકારોની હતી.

આશરે ચાર દશકથી વધુ સમય સુધી કર્નાડે નાટકો માટે ઘણું કામ કર્યુ. કર્નાડે અંગ્રેજીમાં પણ અનેક જાણીતા નાટકોનો અનુવાદ કર્યો. કર્નાડના અનેક નાટકોનો ભારતીય ભાષાઓમાં અનુવાદ થયો. કર્નાડે હિન્દી અને કન્નડ સિનેમામાં અભિનેતા, નિર્દેશક અને સ્ક્રીન રાઇટર તરીકે કામ કર્યુ. તેમને પદ્મશ્રી અને પદ્મ ભૂષણનું સન્માન મળ્યુ. કર્નાડને ચાર ફિલ્મ ફેર અવોર્ડ પણ મળ્યાં.

સલમાન ખાન સાથે છેલ્લી ફિલ્મ

કર્નાડના નિધનથી સિનેમા અને સાહિત્ય જગતમાં શોકની લહેર છે. ગિરિશે કન્નડ ફિલ્મ સંસ્કાર(1970)થી પોતાની એક્ટિંગ અને સ્ક્રીન રાઇટિંગ ડેબ્યૂ કર્યુ હતુ. આ ફિલ્મે કન્નડ સિનેમાના પ્રથમ પ્રેઝિડેંટ ગોલ્ડન લોટસ અવોર્ડ જીત્યો હતો. બોલીવુડમાં તેમની પહેલી ફિલ્મ 1974માં આવેલી ‘જાદુ કા શંખ’ હતી. ગિરિશ કર્નાડ સલમાન ખાનની ફિલ્મ એક થા ટાઇગર અને ટાઇગર ઝિંદા હૈ માટે જાણીતા છે. આ ઉપરાંત તેમણે બોલીવુડ ફિલ્મ નિશાંત (1975), શિવાય અને ચૉક એન ડસ્ટરમાં પણ કામ કર્યુ છે.

Read Also

Related posts

Video / ભારતે પ્રથમવાર વિમાનવાહક જહાજ INS Vikrant તૈયાર કર્યું, કોચીના સમુદ્ર કાંઠે ચાર દિવસના પરીક્ષણનો પ્રારંભ : ચીન-પાકિસ્તાનને ભારે પડશે

Lalit Khambhayata

મધ્યપ્રદેશમાં અતિવૃષ્ટિ અને પૂરને લીધે પરિસ્થિતિ થઈ બેકાબૂ, આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી

pratik shah

રામ મંદિર / રામ ભક્તો માટે મોટા સમાચાર, આ વર્ષ સુધીમાં કરી શકશો રામલલાના દર્શન

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!