GSTV

ગિરિરાજનાં એક ટ્વીટથી બિહારના રાજકારણમાં તેજ થઈ હલચલ, રાબડીદેવીએ નીતીશને મહાગઠબંધન માટે આપ્યુ આમંત્રણ

Last Updated on June 4, 2019 by Mansi Patel

બિહારનાં રાજકારણમાં એકવાર ફરી હલચલ શરૂ થઈ ગઈ છે. હકીકતમાં કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા ગિરિરાજ સિંહે નીતીશ કુમારને લઈને એક ટ્વીટ કરી જેનો જોરદાર વિરોધ JDUએ કર્યો હતો.

રમઝાનનાં અવસરે વિભિન્ન રાજકીય દળો દ્વારા આયોજિત દાવત-એ-ઈફ્તાર પાર્ટીનાં આયોજન પર સવાલો ઉઠાવતા ગિરિરાજ સિંહે કહ્યુ હતુકે, આવી જ રીતે નવરાત્રિમાં ફળાહારનું આયોજન કરાય તો ફોટો વધુ સારો આવતો. ગિરિરાજના ટ્વીટ ઉપર JDUએ તીખી પ્રતિક્રિયા આપી છે. JDU પ્રવક્તા સંજય સિંહે ટ્વીટ કરીને કહ્યુ હતુકે, ગિરિરાજસિંહજી હિંદુનો મતલબ હિંસા નથી હોતી, અમે ઢોંગ નથી કરતાં ન તો દેખાડો કરીએ છીએ.

મંદિર ત્યાંજ બનાવીશું, પરંતુ તારીખ નહી જણાવીએ, આ નારો અમે નથી આપતાં. દેશ ઉન્માદથી ચાલતો નથી. આવા નિવેદનો માનસિક રીતે બિમારી વ્યક્તિ જ આપી શકે છે. જ્યારે બિહારનાં પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીને નીતીશ કુમારની પાર્ટી જનતા દળના મહાગઠબંધનમાં આવવા પર કોઈ વાંધો નથી.

તેમણે કહ્યુ હતુકે,જો JDU મહાગઠબંધનમાં આવવા માટે પહેલ કરે, તો મહાગઠબંધન તેના ઉપર વિચાર કરાશે. નીતીશના મહાગઠબંધનમાં આવવા ઉપર તેમને કોઈ જ વાંધો નથી. ઉલ્લેખનીય છેકે, NDAમાં સામેલ JDUના કેન્દ્રમાં સાંકેતિક રૂપથી મંત્રિમંડળમાં સામેલ કરવાના પ્રસ્તાવને લઈને નીતીશ નારાજ છે. આ પ્રસ્તાવ બાદ JDU મોદી મંત્રિમંડળમાં સામેલ થઈ ન હતી.

READ ALSO

Related posts

વાયરલ વીડિયો / સ્ત્રી પર આવ્યું મોર્ડર્ન ભૂત! તાંત્રિકને જે પણ કહ્યું તે સાંભળીને તમે પણ થઇ જશો લોટપોટ

Vishvesh Dave

C-295 ડીલ આત્મનિર્ભર ભારત અભિયાનને આપશે પ્રોત્સાહન, આ ભારતીય કંપની કરશે દેશમાં જ 56 એવરો ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું નિર્માણ

Pritesh Mehta

એક બેટા ઐસા ભી / માતા નજીક રહે એટલા માટે મંદિરમાં સ્થાપિત કરી મૂર્તિ, પોતે લખી આરતી: હવે ‘ગીતા કી ક્લાસ’ની તૈયારી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!