GSTV

ગીર સોમનાથ / સફેદ માખીના રોગ સામે મળશે રક્ષણ: સુત્રપાડાના ખેડૂતે શોધ્યો રામબાણ ઈલાજ, નાળિયેરના ઉત્પાદનમાં પણ થશે વધારો

સફેદ માખી

Last Updated on December 7, 2021 by GSTV Web Desk

ગીર-સોમનાથ જિલ્લો લીલા નાળિયેરનો ગઢ મનાય છે, પરંતુ નાળિયેરીના બગીચા ધરાવતા ખેડૂતો છેલ્લા બે વર્ષથી સફેદ માખીના રોગથી પરેશાન છે. આ રોગ સામે એક ખેડૂતો રામબાણ ઈલાજ શોધ્યો છે.

સુત્રાપાડાના યુવા ખેડુત જગદીશે સફેદ માખી સામે સફળ ઈલાજ શોધ્યો છે જેનાથી નાળિયેરના ઉત્પાદનમાં પણ વધારો જોવા મળ્યો છે. સફેદ માખીના રોગના ઈલાજ સામે ખેડૂતોએ દવાનો પણ છંટકાવ કર્યો પરંતુ થોડા દિવસો બાદ ફરીથી નાળિયેરીમાં રોગ લાગૂ પડી જતા ખેડૂતો પરેશાન હતા.

જે બાદ યુવા ખેડૂતે ગાયનું દુધ, ગોળ અને પાણીનું મીશ્રણ કરી તેનો છંટકાવ કરી સેફદ માખીના રોગ સામે જીત મેળવી. યુવા ખેડૂત જગદીશના આ પ્રયોગથી પ્રેરણા લઈ હવે અન્ય ખેડૂતો પણ ગાયનું દૂધ, ગોળ અને પાણીનું મિશ્રણ કરી સફેદ માખીના રોગને નેસ્ત નાબૂદ કરી રહ્યાં છે. આ મિશ્ચણમાં એક હજાર લીટર પાણીમાં 15 લીટર ગાયનું અને 10 કીલો ગોળ મીક્સ કરી તેને ફુવારાની નાળિયારે પર છાંટવામાં આવે છે.

GSTV

Read Also

Related posts

UP વિધાનસભા ચૂંટણી/ યોગી આદિત્યનાથ પાસે રેકોર્ડ બનાવવાનો આ છે ગોલ્ડન ચાન્સ, જો જીતી ગયા તો…

Pravin Makwana

ભાજપનું સત્તા સમીકરણ/ દલિત- ઠાકુર અને જાટ પશ્ચિમી યુપીમાં સપાને જોરદાર ટક્કર, ટીકિટ માટે ભાજપે બનાવી છે આ રણનીતિ

GSTV Web Desk

લોટરી લાગી / રાજ્યના પોલીસ વિભાગમાં મોટા ફેરફાર, આ IPS અધિકારીઓને મળ્યા પ્રમોશન

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!