GSTV
Home » News » ગીર સોમનાથઃ ગામમાં જવુ હોય તો પાર કરવી પડશે ‘કૃત્રિમ નદી’

ગીર સોમનાથઃ ગામમાં જવુ હોય તો પાર કરવી પડશે ‘કૃત્રિમ નદી’

ગીર સોમનાથ જિલ્લામાં વરસાદે વિરામ લીધા બાદ સર્વત્ર પાણી ઓસરાયા છે પરંતુ સુત્રાપાડાના સિંગસર ગામના બાળકોની મુશ્કેલી હજુ હલ થવાનું નામ લેતી નથી, બાળકો ગોઠણડુબ પાણીમાંથી પસાર થઈ શાળાએ પહોંચે છે.

રાજ્યમાં વરસાદ ખેંચાયો છે પણ સુત્રાપાડામાં પહેલા રાઉન્ડમાં વરસેલા વરસાદની હાલાકી હજુ યથાવત છે. સિંગસર ગામે આજે પણ વાડી વિસ્તારમાં કાચા રોડ પર ગોઠણસમાં પાણી છે. જેથી વાડી વિસ્તારમાં વસવાટ કરતા પરિવારોએ પરેશાની વેઠવી પડે છે. આ ગામના વિદ્યાર્થીઓએ ગોઠણસમા પાણી પાર કરીને શાળાએ જવુ પડે છે.

ગામના પશુઓ હોય કે ગામના વયોવૃદ્ધ સૌ કોઈએ ગામની વાડીમાંથી જ્યારે ગામમાં જવુ હોય ત્યારે આ પાણીમાંથી પસાર થવુ પડે છે. તો ચૂંટણી સમયે અપાતા વચનોને લઈને ગ્રામજનોમાં નેતાઓ સામે રોષ જોવા મળ્યા.

વરસાદને વિત્યે ઘણો સમય થયો તે બાદ પણ હજુ સિંગસર ગામના લોકોએ હાલાકી વેઠવી પડે છે. ત્યારે રસ્તા પરથી પાણીના નિકાલની તુરંત વ્યવસ્થા થાય તે જરૂરી છે.

Related posts

સીએમ વિજય રૂપાણી સહિત ગુજરાતના નેતાઓએ અરૂણ જેટલીને શ્રદ્ધાંજલી અર્પણ કરી

Mayur

ગુજરાતના આ મજૂરે એવી બુદ્ધિ વાપરી કે હવે તેની રોજની આવક ત્રણથી પાંચ હજાર છે

Mayur

ગણેશ મહોત્સવ: AMC કરશે સ્પર્ધાનું આયોજન, ભાગ લેવા માટે આવા છે નિયમો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!