ગીરની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે પ્રોજેક્ટ લાયન અંગે અધિકારીઓ સાથે ચર્ચાઓ કરી હતી અને એક મહિનામાં પ્રોજેક્ટ લાયન માટે તમામ ગતિવિધિઓ પૂર્ણ કરવા વનતંત્રને આદેશ આપ્યો છે. આ ઉપરાંત વનમંત્રીએ ગીરના માલધારીઓ, હોટલ સંચાલકો, સ્થાનિક ખેડૂતોની સાથે પણ મુલાકાત કરી હતી.
ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના વનમંત્રીએ કરી
માલધારીઓના પ્રશ્નોને હલ કરવા માટે પણ કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવે આશ્વાસન આપ્યું હતું. આ ઉપરાંત સિંહોને રસીકરણ અંગે પણ ચર્ચા થઇ હતી અને રસીકરણ કરવા બાબતે વનવિભાગનું વલણ હકારાત્મક હોવાની વાત રાજ્ય સભાના સાંસદ પરિમલ નથવાણી અને ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના વનમંત્રીએ કરી હતી. આ ઉપરાંત સાસણ આવતા પ્રવાસીઓને મેંદરડા તરફથી સાસણ આવવા માટે રસ્તાની ખરાબ પરિસ્થિતિ છે. જેમાં યોગ્ય નિર્ણય લેવા માટે પણ આદેશ કરાયો હતો.
READ ALSO
- સુરતમાં આરોગ્ય વિભાગ-PNDTની ટીમે ગર્ભ પરીક્ષણ કરતો તબીબ ઝડપી પાડ્યો
- વડોદરામાં લવ જેહાદ / મહંમદે એક સંતાનની માતાને ફસાવી, દરગાહનું પાણી પીવડાવી, ધર્મ પરિવર્તન કરાવી દુષ્કર્મ આચર્યું
- પહેલવાનોના સમર્થનમાં રસ્તા પર ઉતર્યા CM મમતા બેનર્જી, યુથ કોંગ્રેસે સચિન તેંદુલકરના ઘરની બહાર લગાવ્યા પોસ્ટર
- શરીર પરના તલને આધારે ભવિષ્યકથન, ગોળ દેખાતા તલ શુભ અને ભાગ્યવૃદ્ધિ કરનારા મનાય
- જો તમારો જન્મ ડિસેમ્બરમાં થયો હોય તો જાણો તમારા વ્યક્તિત્વનું રહસ્ય