GSTV

ગીર/ લાયન શોનો વધુ એક વિડીયો વાયરલ, વનવિભાગે પર્દાફાશ કર્યો

ગીરમાં લાયનશો નો વધુ એક વિડીયો વાયરલ થયો છે. જેમાં એક યુવક હાથમાં મુરઘી લઈને સિંહણને લલચાવી રહ્યો છે..યુવકના હાથમાં મુરઘી જોતા જ સિંહણ જંગલની ઝાડીઓમાંથી બહાર દોડી આવે છે અને મુરઘી લઈ પરત જંગલની ઝાડીઓમાં જતી રહે છે. ઉલ્લેખનીય છે કે બે વર્ષ પહેલા ગીર ગઢડા ખાતે લાયન શોનો વનવિભાગે પર્દાફાશ કર્યો હતો.

એક યુવક હાથમાં મુરઘી લઈને સિંહણને લલચાવી રહ્યો છે

.જો કે વાયરલ થયેલો વિડીયો બે વર્ષ પહેલાનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. તે સમયે આ વ્યક્તિ કાર્યવાહીથી બચી ગયો હોય તેવું લોકોનું કહેવું છે. મહત્વ પૂર્ણ બાબત છે કે બે વર્ષ પહેલા વનવિભાગે જે લાયન શોનો પર્દાફાશ કર્યો હતો તેમાં સાત જેટલા શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી હતી જેમાંથી મુખ્ય આરોપી તો હજુ પણ જેલમાં છે.જો કે અત્યારે વાયરલ થઇ રહેલો વિડીયો પણ તે સમયનો હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

READ ALSO

Related posts

દિવાળી બાદ સ્કૂલો ન ખૂલી તો 17થી 18 લાખ છાત્રોના ભવિષ્ય સાથે થશે ચેડાં, સરકારે કરવી પડશે આ તૈયારી

Mansi Patel

કેવડિયા: પ્રોબેશનર્સ આઇએએસ અધિકારીઓને પીએમ મોદીનું સંબોધન, સિવિલ સેવાના નવા અધિકારીઓને આપ્યો આ ખાસ સંદેશ

Bansari

અંબાજી: શરદ પૂર્ણિમાના પાવન અવસરે શ્રદ્ધાળુઓ માટે મા અંબાની આરતી અને અખંડ જ્યોતના ઓનલાઇન દર્શનની વ્યવસ્થા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!