તો શું ગુજરાતનું ગૌરવ જતું રહેશે? જાણો 11 સિંહોના મોતનું વન વિભાગે શું કારણ આપ્યું

ગીરમાં આઠ દિવસમાં 11 સિંહોના મોત મામલે વન વિભાગ હરકતમાં આવ્યું છે અને પોતાનો બચાવ કરી રહ્યું છે. વન વિભાગે સિંહોના મોત મામલે સ્પષ્ટતા કરી કે સિંહોના મોત ઈનફાઈટને કારણે થયાં છે. કોઈ વાયરસને કારણે નહીં. ત્યારે સવાલ થાય કે શું ખરેખર સિંહોના મોત ઈનફાઈટને કારણે જ થયા હશે..? વાયરસ ફેલાવાથી કે પછી અન્ય કારણોસર તો કોઈ સિંહના મોત નહીં થયા હોય..?

લૂલો બચાવ

વિશ્વમાં એશિયાટીક લાયનનું ગૌરવ એક માત્ર ગુજરાતનું ગીર છે. એશિયાટીક લાયનનું એકમાત્ર ગીર અભયારણ્યમાં એક જ અઠવાડિયામાં 11 સાવજના મોત થયા. આટલી મોટી ઘટના છતાં અઠવાડિયા સુધી વનવિભાગમાં કોઈ ખાસ હલચલ જોવા ન મળી. મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ વિનવિભાગ હરકતમાં આવ્યું. અને અધિકારીઓ તાબડતોબ સિંહના મોતના કારણ જાણવા જંગલ પહોંચ્યા. અગ્ર મુખ્ય વનસંરક્ષક જી.કે.સિંહાએ સરકારનો બચાવ કરતા સિંહોના મોતનું કારણ આપ્યું ઈનફાઈટ. કોઈ બીમારી કે વાયરસથી આ સિંહના મોત નથી થયા નથી તેવી ખાસ સ્પષ્ટતા કરી.

જે 11 સિંહોના મોત થયાં તે દલખનિયા અને જસાપરા એમ બે રેંજમાં થયા છે. મૃત 11 સિંહમાં બે નર, ત્રણ માદા અને છ બાળ સિંહ છે. જેમાં 8 સિંહનું ઈનફાઈટને કારણે મોત થયું હોવાનું કહેવાય છે. જ્યારે 3 સિંહના મોતનું કારણ બહાર આવ્યું નથી. ક્ષેત્ર પર અધિકાર જમાવવા સિંહો વચ્ચે લડાઈ થતી હોય છે. 12 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધીમાં 11 સિંહના મોત થયાં. 12 સપ્ટેમ્બરે એક નર સિંહનું રેસ્પીરેટરી અને હિપેટીક ફેલરને કારણે મોત થયું. 13 સપ્ટેમ્બરે બે માદા સિંહનું રેસ્પીરેટરી અને હિપેટીક ફેલરને કારણે મોત થયું. 15 સપ્ટેમ્બરે બાળ સિંહના ઈનફાઈથી ઘાયલ થતાં મોત થયાં. 17 સપ્ટેમ્બરે માદા સિંહનું રેસ્પીરેટરી ફેલરથી મોત થયું. 18 સપ્ટેમ્બરે એક બાળ સિંહ, એક માદા અને એક નર સિંહનું મોત થયું. 19 સપ્ટેમ્બરે વધુ એક સિંહનું મોત થયું.

ગીરનું ગૌરવ જતું રહેશે?

હજુ ત્રણ સિંહના મોતનું કારણ બહાર આવ્યું નથી. ત્યારે સવાલ થાય કે શું વનવિભાગ કંઈ છુપાવી રહ્યું છે. બધા સિંહોના ઈનફાઈટથી મોત થયાં તે હકીકત છે કે પછી બીમારી કે કોઈ અન્ય કારણે મોત થયા હશે. જો ઈનફાઈટમાં મોત થયા હોય તો સરકારે આટલા દિવસ સુધી શા માટે છૂપાવ્યું. કેમ પહેલા જ મોતનું કારણ રજૂ ન કર્યું. શું સરકારને અંદેશો હોઈ શકે કે જો બીમારીને કારણે સિંહોના મોત થયાનું બહાર આવશે તો સિંહોનું અન્ય રાજ્યમાં સ્થળાંતર કરવાનો મુદ્દો ઉઠશે અને કોઈ ગુજરાતી ઈચ્છતું નથી કે ગીર અને ગુજરાતનું ગૌરવ બીજે જાય.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter