GSTV
Junagadh Videos ગુજરાત ટોપ સ્ટોરી

ગિરના સિંહોના વર્તનમાં માતબર પરિવર્તન, ઉંમર પણ વધી અને બચ્ચાઓને જન્મ આપવાની સંખ્યા પણ વધી

ગીર જંગલથી ર૦૦ કિમી દૂર ચોટીલા પંથક સુધી આવી ચડેલા અને ફરી એક વખત ચર્ચાની એરણે ચડેલા એશિયાઈ સિંહોના સ્વભાવમાં છેલ્લા ત્રણ-ચાર દસકામાં મોટો બદલાવ થયો હોવાનું એક રસપ્રદ અવલોકન બહાર આવ્યું છે. ખાસ કરીને કાઠિયાવાડના માનવ જીવન સાથે વણાઈ ગયેલા ડાલામથૃથાની ઉંમરાથી લઈને ફળદ્રુપતા, સામ્રાજ્યનો વિસ્તાર, મારણની પદ્ધતિ, ખોરાક વગેરેમાં ફેરફાર થયો છે. ઉત્ક્રાંતિના નિયમ પ્રમાણે જેવુ વાતાવરણ હોય, જેવુ પર્યાવરણ હોય તેને અનુરૃપ થઈને જ જે-તે સજીવે રહેવું પડે. માટે ગીરના વનરાજો પણ પોતાની ટેવ-રીત-ભાતમાં પરિવર્તન સ્વિકારી ચૂક્યા છે.

સમગ્ર વિશ્વમાંથી લુપ્ત થઈને ફક્ત ગિર અને હવે સૌરાષ્ટ્રમાં જ ટકી રહેલા સાવજ લોકો માટે કાયમી કુતુહલનું કેન્દ્ર રહ્યા છે. સ્થાનિક લોકો માટે પરિવારના સભ્ય સમાન બની ગયેલા સિંહની સામાન્ય હિલચાલની પણ ગંભીરતાથી નોંધ લેવાતી હોય છે. તેવા સમયે લાંબા ગાળે તેના સ્વભાવમાં આવેલો ફેરફાર બાધાએ અનુભવ્યો હશે, પરંતુ તેની ખાસ નોંધ આજ સુાધી લેવામાં આવી નાથી. ત્યારે ચાલો આજે નજર કરીએ સિંહોની વર્તણૂંકમાં આવેલા કેટલાક પરિવર્તન પર…

પ્રજનન ક્ષમતા

ગિર અને બહાર વસવાટ કરતા સિંહોની પ્રજનન ક્ષમતામાં ખુબ જ વાધારો થયો છે. આંકડાઓ ઉપરાથી આ બાબત સાબિત થઈ છે. અગાઉ સિંહણ એક કે બે બચ્ચાને જન્મ આપતી હતી. ધીમે ધીમે તેમાં વાધારો થયો. સિંહણ એક પ્રસુતિમાં બે-ત્રણ બચ્ચાને જન્મ આપતી હોવાનું સામાન્ય બન્યું. આજે સિંહણ ચાર અને તેનાથી આગળ વધીને પાંચ બચ્ચાને જન્મ આપતી હોવાનું નોંધાયું છે. તેમજ બચ્ચાને જન્મ આપ્યા બાદ એક જ માતા તમામ બચ્ચાનું પોષણ કરીને મોટા કરવાની ક્ષમતા ધરાવતી પણ થઈ ગઈ છે!

ઉંમરમાં વધારો

ત્રણ-ચાર દસકામાં સિંહોની સરેરાશ ઉંમરમાં વાધારો થયો હોવાનું જોવા મળ્યું છે. આખુ આયુષ્ય ભોગવતા સિંહની સરેરાશ ઉંમર ૧૦થી ૧૧ વર્ષ ગણાતી હતી. હવે સિંહો સરેરાશ ૧રથી ૧૩ વર્ષ જીવતા થયા છે. રામ ઔર શ્યામ, મૌલાના, રાજમાતા વગેરે તેના દાખલા છે. ૧પ વર્ષ સુધી ગિરના સિંહો જીવતા રહ્યા હોવાના કિસ્સા બન્યા છે.

ટેરેટરીમાં વધારો

વિસ્તાર બદલવાની સાથે સિંહોના સામ્રાજ્યમાં પણ વાધારો થયેલો જોવા મળે છે. સિંહને જંગલનો રાજા કહેવામાં આવે છે. આ રાજાનો વિસ્તાર એટલે કે ટેરેટરી ગિર જંગલમાં રપાથી ર૮ કિલોમીટર રહેતી હતી. જે બહારના રેવન્યુ વિસ્તારમાં વાધીને પ૦થી ૬૦ કિલોમીટર જેટલી થઈ ગઈ છે.

ખોરાકનું પરિવર્તન

એક સમયે માત્ર ગિર જંગલમાં જ વસવાટ કરતા સિંહોનો ખોરાક જંગલમાં જોવા મળતા ચિલત, સાબર વગેરે જેવા પશુઓ હતા. આજે બહાર નિકળીને સાવજો નીલગાય અને ગાય-ભેંસ જેવા પાલતુ પશુઓનો શિકાર કરી રહ્યા છે. મતલબ કે તેના ખોરાકમાં ફેરફાર આવ્યો છે.

નર સામે માદાનું પ્રમાણ

વિસ્તાર વાધવાની સાથે સિંહોમાં નર સામે માદાનું પ્રમાણ ઘટયું છે. જંગલમાં પ્રાઈડ એટલે કે ગુ્રપ બનાવીને રહેતા સાવજોના ટોળામાં એક નર સામે બે માદા હતી. આ પ્રમાણ ઘટીને રેવન્યુ કે બીજા વિસ્તારમાં સરેરાશ એક નર સામે એક માદા થઈ ગયું છે. તેમાંય દરિયાકાંઠાના વિસ્તારોમાં તો માદા કરતા નરની સંખ્યા વાધી ગઈ હોય તેવું જાણવા મળે છે.

મારણની પદ્ધતિ

સિંહોના સ્વભાવમાં સૌથી વધુ નોંધપાત્ર ફેરફાર મારણની પદ્ધતિ માનવામાં આવે છે. ગિર જંગલમાં મેદાનો ઓછા હોવાથી સિંહોનું ગ્રુપ યોજના બનાવીને શિકારને ઘેરીને એટલે કે કોર્ડન કરીને મારણ કરતું હતું. સિંહો ઘાત લગાવતા હતાં. જ્યારે હવે મેદાનો અને ખેતરોમાં એકાદ સિંહ શિકારનો પીછો કરીને દોડીને મારણ કરતો થઈ ગયો છે. જેમાં શિકાર અને શિકારી બન્નેને એક-બીજાની સિૃથતિનો ખ્યાલ હોય છે.

સ્થળ બદલાતા સ્વભાવમાં પરિવર્તન આવ્યું

સૌરાષ્ટ્રના ઘરેણા સમાન સાવજ ઉપર લાંબા સમય સુધી સંશોધન અને અવલોકન કરનાર વનવિભાગના અધિકારી ડો.સંદિપકુમાર કહે છે કે, સૃથળ બદલવાના કારણે સિંહોના સ્વભાવમાં આ પરિવર્તન આવ્યું છે. ગિરનું જંગલ, ભાવનગર પંથકના ઘાંસિયા મેદાન અને રેવન્યુ વિસ્તારના ખેતરો વગેરે સ્થળોએ સ્થાનિક સ્થિતિઓના આાધારે સિંહોનું વર્તન લાંબા સમયે બદલાઈ જાય છે. જેને બિહેવીયરલ ચેન્જ કહેવામાં આવે છે.

READ ALSO

Related posts

ભાવનગર / ચોરીના કેસમાં બે સોની વેપારી સહીત 8 આરોપીઓને 10 વર્ષની કેદની સજા

Hemal Vegda

અમદાવાદ / AMCએ વડાપાઉંના સ્ટોલને 44 હજારનો દંડફટકારી કરી દીધું સીલ, જાણો શું છે સમગ્ર મામલો

Hemal Vegda

બેટ દ્વારકા /  મેગા ડિમોલેશનમાં ડ્રગ ડીલર રમજાનનું મકાન કરાયું જમીનદોસ્ત

Hemal Vegda
GSTV