GSTV

Man vs Wild / સિંહોની પાછળ માલધારી દોડ્યા, વાડાનો દરવાજો ખુલ્લો રહી જતાં થઈ જોયા જેવી

Last Updated on July 26, 2021 by Pritesh Mehta

જૂનાગઢ તાલુકાના  કેરાળામાં ગત મોડીરાત્રીના માલધારીના ઝુંપડામાં બકરાઓનો શિકાર કરવા સિંહો ઘૂસી ગયા હતા. માલધારી સિંહને હાંકી કાઢી તેની પાછળ બે કિલોમીટર સુધી દોડયા છતાં પણ સિંહોએ પાંચ બકરાઓનો શિકાર કરી નાખ્યો હતો. જ્યારે વાડાનો દરવાજો ખુલ્લો રહી જતા ૩૫ જેટલા બકરાઓ ડરના માર્યા વાડામાંથી નાસી ગયા હતા. જેનો મોડે સુધી પત્તો ન લાગતા માલધારી પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો.

માલધારી

કેરાળા ગામમાં ગત મોડીરાત્રે માલધારી દેવાભાઈ પોલાભાઈ લાબડીયાના વાડામાં રહેલા બકરાઓનો શિકાર કરવા સિંહ ચડી આવ્યા હતા. સિંહ આવતા બકરાઓમાં નાસભાગ મચી ગઇ હતી.માલધારી જાગી જતા તેઓએ બે સિંહને જોયા હતા. અને  આજીવીકા સમાન બકરાઓ બચશે નહીં તેવા ડરથી માલધારી સિંહને તગેડવા માટે તેની પાછળ બે કિમી સુધી દોડયા હતા. સિંહની પાછળ દોડવામાં પોતાના ઝૂંપડાંનો દરવાજો ખૂલ્લો રહી જતા ડરના માર્યા ૩૦ થી૩૫  બકરાઓ ભાગી ગયા  હતા.

માલધારી બે કિલોમીટર સિંહની પાછળ દોડયો અને પરત ફર્યો ત્યાં રસ્તામાં હુમલો કરવા આવેલા સિંહોના ગૃપ માંથી અન્ય સિંહે પાંચ બકરાઓને ફાડી ખાધા હતા અને સવાર સુધી તપાસ કરી છતાં હજુ ૩૦ થી ૩૫ બકરાઓનો કોઈ પતો મળ્યો ન હતો.આ બાબતથી માલધારી પરિવાર ચિંતામાં મુકાયો હતો.

આ અંગે  જાણ થતાં  ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ ઘટનાસૃથળે આવી વનવિભાગને જાણ કરતાં વનવિભાગના અિધકારીઓ પણ ઘટના સૃથળે આવ્યા હતા. અને ધારાસભ્ય એ માંગણી કરી છે કે માલધારીઓને પોતાના માલઢોર નું માત્ર સામાન્ય વળતર ચૂકવી સંતોષ માની લેવામાં આવે છે પરંતુ પૂરેપૂરું વળતર  ચૂકવવા  તેમજ સિંહો રેવન્યુ વિસ્તારમાં ન આવે એવી કાળજી રાખવા અને જો તેમ ન થઈ શકે તો  માલધારીઓને શેડ આથવા વંડો કરી આપવામાં આવે જેથી માલધરીઓની આજીવિકા સમાન પશુઓ  હિંસક પશુથી બચી શકે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

રસીકરણ / કોરોના રસી લીધા પછી જ ધંધો કરવાની મળશે છૂટ, રાજ્યના આ વિસ્તારના પ્રાન્ત અધિકારીનું ફરમાન

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યભરમાં 22 લાખથી વધુ લોકોને આપવામાં આવી કોરોના રસી, અમદાવાદીઓમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ

Zainul Ansari

પિયુષ ગોયલે સુરતમાં ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગકારો સાથે કરી મુલાકાત, વિજય રૂપાણી સરકાર માટે કહી મોટી વાત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!