GSTV
Home » News » ગુજરાતમાં 10 દિવસમાં 11 સિંહોનાં મોત, કોહવાયેલી હાલતમાં મળ્યા મૃતદેહ

ગુજરાતમાં 10 દિવસમાં 11 સિંહોનાં મોત, કોહવાયેલી હાલતમાં મળ્યા મૃતદેહ

ગીરના જંગલ તેમજ આસપાસના જિલ્લામાં છેલ્લા એક સપ્તાહમાં કુલ 11 સિંહોના મોત થયાની પૃષ્ટી વનવિભાગે કરી છે. જેમાં છેલ્લા 3 દિવસમાં જ 3 સિંહોના મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવ્યા છે. આ ત્રણેય મૃતદેહ દલખાણીયા ફોરેસ્ટે રેન્જમાંથી મળ્યા છે.

જ્યારે એક સિંહનું મોત રાજુલા પંથકમાં થયું છે. ગીર જંગલમાં સિંહોના મોતનો સીલસીલો યથાવત રહ્યો હોય તેવી રીતે આ મૃતદેહ મળ્યા છે. ત્યારે દલખાણીયા રેન્જમાં થયેલા સિંહોના આ મૃતદેહ એટલી કોહવાયેલી હાલતમાં મળી આવ્યા છે કે આ મૃતદેહ સિંહનો છે કે સિંહણનો તે ઓળખવું મુશ્કેલ બન્યું છે. તમામનો પીએમ રીપોર્ટ આવે ત્યારે જ સાચી હકીકત બહાર આવશે.

ગીર પૂર્વના દલખાણિયા રેન્જમાંથી વિડી વિસ્તારમાંથી આ મૃતદેહ મળી આવ્યા છે. જે સિંહોના મૃતદેહ મળી આવ્યા છે તેની તેમાંથી એકની ઉંમર એક વર્ષ, એકની ઉંમર ત્રણથી પાંચ વર્ષ. જ્યારે ત્રીજા સિંહની ઉંમર પાંચથી સાત વર્ષની અંદાજવામાં આવે છે.

હવે ત્રણેય સિંહોના મૃતદેહોનું પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને શા કારણે આ ત્રણેય સિંહોનાં મોત થયા તે વિશે તપાસ હાથ ધરવામાં આવી છે. વન વિભાગના સ્ટાફને જ્યાંથી સિંહોના મૃતદેહો મળી આવ્યા છે ત્યાં પણ તપાસ હાથ ધરાઇ છે. જો કે પ્રાથમિક દ્રષ્ટએ આ ત્રણેય સિંહોના મોત કુદરતી રીતે હોવાનું માનવામા આવી રહ્યુ છે કે ત્યારે સમગ્ર હકિકત તો પેનલ પોસ્ટમોર્ટમ બાદ જ સામે આવશે.

  • એક અઠવાડિયામાં 11 સિંહના મોત
  • છેલ્લા 2 વર્ષમાં 184 સિંહોના મોત
  • વનવિભાગની કામગીરી સામે સવાલ
  • 11 સિંહોના મોતની પુષ્ટિ કરતું વનવિભાગ
  • સિંહના મોત ચિંતાનો વિષય: વનવિભાગ
  • 1 મહિનામાં 25 સિંહોના મોતની આશંકા
  • 152 સિંહ કુદરતી રીતે મોતને ભેટ્યા
  • 17958 ખુલ્લા કૂવા સિંહો માટે જોખમી
  • રાજુલા-પીપાવાવ રેલવે ટ્રેક જોખમી
  • વર્ષ 2016ની સરખામણીએ 2017માં સિંહોના મોતની સંખ્યા ઘટી
  • 2017માં 80 સિંહોના મોત
  • 39સિંહ, 74 સિંહણ, 71 સિંહબાળનો સમાવેશ
  • સિંહોના રહેણાંક વિસ્તારમાં 32559 કુવા
  • 32 સિંહોનાઆકસ્મિક મોત થયા

એક તરફ આપણે ત્યાં સિંહોના સંવર્ધનની વાતો થાય છે. સિંહોના સહારે ટુરિઝમ વિક્સાવાની વાતો થાય છે. ત્યાં સુધી કે આપણે ત્યાં વાઘ નહીં તો વાઘને પણ વસાવીને વાઘનું અભ્યારણ્ય તૈયાર કરવાના પ્લાનિંગ પણ થાય છે.

પરંતુ સિંહોના વધતા મોતના મામલે ગુજરાતમાં સિંહોની સુરક્ષાને લઇને વારંવાર સવાલો પણ ઉઠતા રહે છે. આ સવાલો એટલા માટે ઉઠે છે કેમકે ગીરમાં સિંહોના મૃત્યુદરમાં જે રીતે વધારો જોવા મળી રહ્યો છે એક પછી એક સિંહોના મૃતદેહ મળી આવે છે તેને જોતા ક્યાંકને ક્યાંક આ વિસ્તાર હવે સિંહો માટે અસલામત હોવાનો અહેસાસ સિંહ પ્રેમીઓમાં થઇ રહ્યો છે.

Related posts

અનુરાગ ઠાકૂર અને કપિલ મિશ્રા જેવા લોકો સાથે હું ન રહી શકું, દિગ્ગજ અભિનેત્રીએ ભાજપને કહ્યું બાય બાય

Pravin Makwana

સીએમ રૂપાણીના હસ્તે ઉમિયા માતાજીના મંદિર નિર્માણનો પાયો નંખાયો, શ્રીશ્રી રવિશંકર મહારાજ સહિત અનેક સંતો હાજર

Nilesh Jethva

રવિશંકર પ્રસાદનો સોનિયા ગાંધી પર વાર, આ આરપારની લડાઈ થશે એ ભાષા યોગ્ય નથી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!