GSTV

ખુશખબર/ 4 મહિના બાદ કોરોના કેસના એવા આંક આવ્યા બહાર કે મોદી સરકારને થશે રાહત, રસીકરણની મહેનત ફળી

કોરોના

Last Updated on July 27, 2021 by pratik shah

દેશમાં ત્રીજી લહેરની આશંકા વચ્ચે રાહતની વાત એ છે કે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં ભારે ઘટાડો થયો છે. ચાર મહિના બાદ પહેલી વખત એવું થયું છે કે, 24 કલાકમાં કોરોનાના 30,000 કરતા ઓછા કેસ નોંધાયા હોય. આ પહેલા માર્ચ મહિનમાં કોરોનાના નવા કેસ 30,000 કરતા ઓછા નોંધાયા હતા.

કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં 24 કલાકમાં 29,689 કેસ સામે આવ્યા છે. જ્યારે 415 લોકોના મોત થયા છે. તેની સમે 42,363 લોકો સાજા થયા છે. દેશમાં રિકવરી રેટ 97.38 ટકા પર પહોંચ્યો છે. જ્યારે કુલ 3.06 લાખ લોકો અત્યાર સુધીમાં સાજા થયા છે. હાલમાં દેશમાં 3.98 લાખ કોરોનાના એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 4.21 લખ લોકોના મોત થયા છે.

કોરોના

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૧ નવા કેસ નોંધાયા છે જ્યારે સળંગ આઠમાં દિવસે કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી. રાજ્યના ૩૩માંથી ૯ જિલ્લા જ એવા છે જ્યાં હાલમાં ૧૦થી વધુ એક્ટિવ કેસ છે. જેમાં અમદાવાદ સૌથી વધુ ૮૦ એક્ટિવ કેસ ધરાવે છે.

અરવલ્લી, છોટા ઉદેપુર, મોરબી, પંચમહાલ એમ ચાર જિલ્લામાં હાલ કોરોનાનો એકપણ એક્ટિવ કેસ નથી. રાજ્યમાં જ્યાં ૧૦થી વધુ એક્ટિવ કેસ છે તેમાં અમદાવાદ ઉપરાંત વડોદરા, સુરત, જામનગર, દાહોદ, ગાંધીનગર, રાજકોટ, જુનાગઢ, અમરેલીનો સમાવેશ થાય છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન અમદાવાદ શહેરમાંથી સૌથી વધુ ૯, સુરત-વડોદરામાંથી ૫, જામનગરમાંથી ૩, જુનાગઢ-દાહોદમાંથી ૨ જ્યારે ગાંધીનગર-અમરેલી-દેવભૂમિ દ્વારકા-ખેડા-કચ્છમાંથી ૧-૧ નવા કેસ સામે આવ્યા હતા.

રાજ્યમાં હાલ ૩૧૨ એક્ટિવ કેસ છે જ્યારે ૫ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૪૯ દર્દી કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૮,૧૪,૩૫૬ દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર ૯૮.૭૪% છે. વધુ ૬૪૯૧૩ સાથે કોરોનાના કુલ ટેસ્ટનો આંક હવે ૨.૫૧ કરોડ છે. હાલમાં ૫૪૪૮ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.

READ ALSO

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / PM નરેન્દ્ર મોદીના ચાહકો માટે મોટા સમાચાર, વડાપ્રધાનને મળેલી ભેટ ખરીદવાની સોનેરી તક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!