Gioneeએ લૉન્ચ કર્યો F205 Pro, ફ્લિપકાર્ટ પર મળી રહ્યું છે આટલું ડિસ્કાઉન્ટ

સ્માર્ટફોન બનાવનારી ચીનની કંપની જિયોની (Gionee) ભારતીય બજારમાં ફરીથી પોતાનો સિક્કો જમાવવાના પ્રયત્ન કરી રહી છે. કંપનીએ નવો સ્માર્ટફોન Gionee F205 Pro લૉન્ચ કર્યો છે. આ ફોન ગયા વર્ષે ભારતમાં લૉન્ચ થયેલા Gionee F205નું અપગ્રેડેડ મૉડલ જોવા મળી રહ્યું છે. આ સ્માર્ટફોનની ભારતમાં કિંમત 6990 રૂપિયા છે. Gionee F205 Pro સ્માર્ટફોન બ્લેક, બ્લૂ અને શેમ્પેન ગોલ્ડ કલરમાં જોવા મળી રહ્યો છે. ફ્લિપકાર્ટમાં આ ફોન પર 1100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ડિસ્કાઉન્ટ બાદ તમે ફોનને 5890 રૂપિયામાં ખરીદી શકો છો.

10 ટકાનુ ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ

આ સિવાય Axis Bankના ક્રેડિટ કાર્ડ/ડેબિટ કાર્ડથી ખરીદી કરવી અને EMI ટ્રાન્ઝેક્શન પર 10 ટકાનુ ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. Gionee F205 Proમાં 5.45 ઈંચનું HD+ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે, જેનુ સ્ક્રીન રેઝોલ્યૂશન 1440*420 પિક્સલ છે. આ સ્માર્ટફોન 1.5GHz ક્વૉડ કોર MediaTek MT6739WW પ્રોસેસરથી પાવર્ડ છે. ફોનમાં 2GBની રેમ અને 16GBની ઈન્ટરનલ સ્ટોરેજ છે. ફોનમાં માઈક્રોSDકાર્ડ સ્લૉટ આપવામાં આવ્યું છે, જેની મદદથી ફોનના સ્ટોરેજને 256GB સુધી વધારી શકાય છે.

ફોનમાં ફેસ અનલૉક અને ફિંગરપ્રિન્ટર સેન્સર પણ

જો કેમેરાની વાત કરીએ તો ફોનની પાછળ 13 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. તો તેના ફ્રન્ટમાં 5 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. આ ફોન ફેસ અનલૉક ફીચરને પણ સપોર્ટ કરે છે. આ સિવાય સુરક્ષા માટે ફોનની પાછળ ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે.

ફોનમાં 4G VoLTE, બ્લૂટૂથ v4.1, GPS અને 3.5mmનો હેડફોન જેક જેવા કનેક્ટિવિટી ઓપ્શન આપવામાં આવ્યાં છે. આ સ્માર્ટફોન Android 8.1 Oreo ઑપરેટિંગ સિસ્ટમ આઉટ-ઑફ-ધ-બૉક્સ પર ચાલે છે. ફોનમાં 3000 mAhની બેટરી આપવામાં આવી છે. અમૂક રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કંપની ટૂંક સમયમાં ભારતમાં 4GB રેમવાળો બીજો સ્માર્ટફોન લૉન્ચ કરશે. જોકે, કંપનીએ હજી સુધી લૉન્ચિંગની તારીખ અંગે કશું જણાવ્યું નથી.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter